ભાસ્કર વિશેષ:મોટી સફળતા: હાર્ટએટેકને કારણે ડેડ થઈ ગયેલી કોશિકાઓને હોર્મોનની મદદથી ફરી જીવિત કરી શકાશે

વૉશિંગટન13 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાર્ટએટેક બાદ પણ આપનું હૃદય ધબકતું રહી શકે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા દ્વારા હાલમાં કરવામાં આવેલી એક શોધમાં આ વાત સામે આવી છે. વિજ્ઞાનીઓને પોતાની શોધમાં જાણવા મળ્યું કે હાર્ટએટેકથી ડેડ થનારા સેલને હોર્મોનના માધ્યમથી ફરી જીવિત કરી શકાય છે. ખાસ વાત એ છે કે આ બિલકુલ નેચરલ છે. જે જીન થેરપી પ્રક્રિયાઓના મામલામાં પણ ઘણું ફાયદારૂપ સાબિત થશે.

હાલ આ પ્રયોગ ઉંદર પર કરવામાં આવ્યો છે. તેને મનુષ્યોમાં પ્રયોગ કરવાનો હજુ બાકી છે. જો આ પરીક્ષણ મનુષ્યો ઉપર પણ કારગર થઈ જાય છે તો શક્ય છે કે એ લોકોને બચાવવા સરળ થઈ જશે જેમને હાર્ટએટેક આવ્યો છે. જોકે ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગમાં એક સિન્થિટક મેસેન્જર રાઇબોન્યૂક્લિક એસિડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ટેકનીકમાં એમઆરએનએ ડીએનએ અનુક્રમોનું એક બ્લૂપ્રિન્ટ બનાવે છે જેને શરીર પ્રોટીન બનાવવા માટે ત્યાં ઉપયોગ કરે છે જ્યાં પ્રોટીન આપણી કોશિકાઓને બનાવે અને નિયંત્રિત કરે છે. વિજ્ઞાનીઓનો આવું કરવાનો ઉદ્દેશ્ય એમઆરએનએમાં ફેરફાર કરીને અલગ-અલગ જૈવિક પ્રક્રિયાઓ માટે અલગ-અલગ નિર્દેશ આપવાનો છે.

આ મેસેજ બે પ્રકારથી ઊભો થાય છે પહેલો સ્ટેમિન અને બીજી વાઇએપી5એસએના માધ્યમથી. બંને જ હોર્મોન બંને જ હૃદયના સ્નાયુઓની કાર્ડિયોમાયોસાઇટ્સને એક્ટિવ કરી દે છે. તેનો ઉદ્દેશ્ય હૃદયના એ સેલને જીવંત કરે છે જે ડેડ થઈ ગયા છે. આવું કરીને વિજ્ઞાનીઓનો પ્રયાસ આ સેલને બિલકુલ નવા સેલ તૈયાર કરવાનો રહેશે.

દુનિયામાં થતાં કુલ મોતમાં એક ચતુર્થાંશ હૃદયરોગથી
હાર્ટએટેક એક ગંભીર બીમારી છે. દુનિયાભરમાં થતા કુલ મોતમાં હૃદયની બીમારીથી થતા મોતના એક ચતુર્થાંશ છે. છેલ્લાં 20 વર્ષમાં હાર્ટ ડિસીઝથી થનારાં મોતમાં 20 લાખ જેટલો વધારો થયો છે. 2019 સુધી આ આંકડો 90 લાખ પહોંચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...