તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જો બાઇડનની યોજનાઓમાં ભારતવંશી અમેરિકન્સની મહત્ત્વની ભૂમિકા રહેશે, જેનો અંદાજ ત્યારે જ લગાવાયો હતો, જ્યારે તેમણે કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે ચૂંટ્યા હતા. અત્યારસુધી 20થી વધુ ભારતીય અમેરિકન્સને બાઈડનના પ્રશાસનમાં સ્થાન મળી ચૂક્યું છે. બાઈડનના કાર્યકાળમાં ભારતવંશીઓનો શું પ્રભાવ હોઈ શકે છે, આ અંગે અમે તેમની ટીમના અમુક સભ્યો સાથે વાત કરી.
બાઈડનને મદદ આપવા માટે બનાવાયેલા સમૂહ AAPIના ફાઉન્ડર શેખર નરસિમ્હન કહે છે, અમેરિકામાં વસેલા મોટા ભાગના ભારતીયોનું માનવું હતું કે બાઈડન જ અમેરિકાને એક કરી શકે છે. આ ગ્રુપે 15 ઓગસ્ટ 2020ના રોજ બાઈડન અને હેરિસ માટે રેલીનું આયોજન કર્યું. આ રેલીમાં બાઈડને જણાવ્યું હતું કે કેવી રીતે ભારતવંશી અમેરિકન તેમની પાર્ટી અને દેશ માટે મહત્ત્વના છે.
અમેરિકા-ભારત બિઝનેસ કાઉન્સિલનાં ચેરપર્સન નિશા બિસ્વાલે કહ્યું હતું કે ‘બરાક ઓબામાના કાર્યકાળથી માંડી અત્યારસુધી ભારત અને અમેરિકાના સંબંધ મજબૂત થયા છે. બાઈડનના કાર્યકાળમાં આમાં વધુ મજબૂતાઈ આવશે. નિશા ઓબામા પ્રશાસન દરમિયાન 2013થી 2017 સુધી દક્ષિણ એશિયન મામલામાં સહાયક વિદેશમંત્રી રહી ચૂક્યાં છે.’
બાઈડનની ટીમમાં ભારતીયોની સંભાવના અંગે શેખર કહે છે, બાઈડન હંમેશાંથી ભારત માટે સકારાત્મક વલણ રાખનારા નેતા રહ્યા છે. બાઈડન જાણે છે કે ભારત ઘણું મહત્ત્વનું પાર્ટનર છે. આવું માત્ર વૈશ્વિક સ્તરે ભારતના મહત્ત્વના કારણે નથી, ભારતીય અમેરિકન્સે અમેરિકાના વિકાસમાં પણ ઘણો મહત્ત્વનો ફાળો આપ્યો છે.
ચીન સામે પહોંચી વળવા માટે બાઈડન ભારત સાથે સંબંધ મજબૂત કરશે
પૂર્વ વિદેશસચિવ કંવલ સિબ્બલે કહ્યું, છેલ્લા બે દાયકામાં ભારત અને અમેરિકાના સંબંધોમાં એટલી પ્રગતિ થઈ છે કે હવે શાસન કે સરકારોનું પરિવર્તન નિરર્થક બની ગયું છે. આ દરમિયાન અમેરિકા અને ભારત બન્ને અલગ અળગ સ્વભાવવાળા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને વિપરીત વિચારધારાવાળી પાર્ટીઓને આવતાં-જતાં જોઈ છે. તેમ છતાં નીતિઓમાં ફેરફાર થવાની જગ્યાએ સંબંધો મજબૂત થતા ગયા છે. ચીન સામે પહોંચી વળવા માટે બાઈડન પ્રશાસન ભારત સાથે સંબંધ મજબૂત કરશે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.