યુક્રેન સંકટ:બાઈડેનને ‘મિત્રો’ની શોધ, પુટિન જાતે ન્યુક્લિયર વૉરગેમ જોવા જશે

વોશિંગ્ટન6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની નાટો સહયોગી દેશો સાથે ઈમરજન્સી બેઠક

યુક્રેન સંકટમાં શુક્રવારે નવો વળાંક આવ્યો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને નાટોના સહયોગી દેશો સાથે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. રશિયા તરફથી હુમલાની આશંકા વચ્ચે બાઈડેન મિત્ર દેશોને શોધી રહ્યા છે. મનાય છે કે નાટોમાં સામેલ અમુક દેશો જેમ કે જર્મની અને તૂર્કી તરફથી બાઈડેનને પૂરતું સમર્થન મળી રહ્યું નથી એવામાં બાઈડેને નાટો સંગઠનથી બહારના દેશોનો પણ સંપર્ક સાધ્યો છે.

બાઈડેન હાલ કૂટનીતિના માધ્યમથી યુક્રેન સંકટમાં અમેરિકાની ભૂમિકાને મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યા છે. દમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન શનિવારે યુક્રેનની સરહદે રશિયાની સેનાની ન્યુક્લિયર વૉરગેમ નિહાળવા જશે. યુક્રેનની સરહદે આશરે દોઢ લાખથી વધુ રશિયાના સૈનિકોની તહેનાતી વચ્ચે પુટિનનું જાતે વૉરગેમ જોવા જવું મોટી ઘટના મનાઈ રહી છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલય અનુસાર આ વૉરગેમમાં ન્યુક્લિયર વૉરહેડવાળી ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ અને ક્રૂઝ મિસાઈલો સહિત ઉત્તર અને દક્ષિણ બ્લેક સીની સેનાઓ પણ સામેલ થશે.

યુક્રેનની સરહદે બાળકોની સ્કૂલ પર બોમ્બ પડ્યો, 3 શિક્ષક ઘવાયા
દરમિયાન ગુરુવારે યુક્રેન સરહદે લુહાન્સકામાં બાળકોની એક સ્કૂલ પર બોમ્બ પડતાં ત્રણ શિક્ષકો ઘવાયા હતા. કોઈ બાળક ઘવાયું નહોતું. યુક્રેનની સેનાએ જણાવ્યું કે આ ક્ષેત્રમાં રશિયા સમર્થિત યુક્રેની અલગતાવાદી સંગઠન સક્રિય છે. ગત લગભગ આઠ વર્ષથી અહીં ભાગલાવાદી યુક્રેની સેના પર હુમલા કરતા રહ્યાં છે. તાજેતરના વિવાદ દરમિયાન ભાગલાવાદીઓએ તણાવ વધારવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.

નાટોની બેઠક માટે કમલા હેરિસ જર્મની પહોંચ્યાં, રશિયા પર પ્રતિબંધોની ચેતવણી ઉચ્ચારી
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ શુક્રવારે નાટોની બેઠકમાં ભાગ લેવા જર્મની પહોંચ્યાં હતાં. તેમણે નાટો મહાસચિવ સ્ટૉટલબર્ગ સાથે બેઠક કરી હતી. કમલા હેરિસે કહ્યું કે યુક્રેન પર હુમલો થશે તો અમેરિકા રશિયા પર આકરા પ્રતિબંધો મૂકશે. તેમણે દાવો કર્યો કે અમેરિકાને નાટો સહિત અન્ય દેશો વતી યુક્રેન મુદ્દે સમર્થન પ્રાપ્ત છે.

એક મહિના દરમિયાન જ રશિયાએ યુક્રેન સરહદે 50 હજાર સૈનિકો વધાર્યા : અમેરિકા
અમેરિકાએ શુક્રવારે દાવો કર્યો કે ગત એક મહિના દરમિયાન જ રશિયાએ યુક્રેનની સરહદે તેના લગભગ 50 હજાર સૈનિકો વધારી દીધા છે. વર્તમાનમાં યુક્રેનની સરહદે લગભગ બે લાખ રશિયન સૈનિકો તહેનાત છે. અમેરિકાએ કહ્યું કે રશિયાએ ગત અઠવાડિયે યુક્રેન સરહદેથી તેના સૈનિકોની સંખ્યામાં ઘટાડો કર્યાનો જુઠ્ઠો દાવો કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...