• Gujarati News
  • International
  • Biden's Rating Was 42%, With 7 Out Of 10 Americans Saying The Country Was Heading In The Wrong Direction

અમેરિકામાં વિશ્વસનીયતાનું સંકટ:બાઈડેનનું રેટિંગ 42% થયું, 10માંથી 7 અમેરિકીએ કહ્યું - દેશ ખોટી દિશામાં

ન્યુયોર્ક25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરેલુથી લઈને વિદેશી મોરચા સુધી બાઈડેન નામંજૂર
  • મોંઘવારી, સરહદી સંકટ અને અફઘાનમાં પરાજયને કારણે બાઈડેનની વિશ્વસનીયતા ઘટી

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનની શાખ ઘટી રહી છે. આ વર્ષે એપ્રિલમાં એનસીબી ન્યૂઝના પ્રથમ સરવે બાદ તેમનું રેટિંગ 10 પોઈન્ટ ઘટી ગયું છે. મતદાનના 9 મહિના બાદ રેટિંગ ઘટીને 42% થઈ ગયું છે. શરૂઆતના સ્ટેજમાં બાઇડેન ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી હતી.

78 વર્ષીય બાઇડેનને અસ્વીકૃતિ એપ્રિલથી 15 અંક વધીને 54%એ પહોંચી ગઈ છે. સરવેથી જાણ થઈ કે 71% લોકોનું માનવું છે કે રાષ્ટ્ર ખોટી દિશામાં આગળ વધી રહ્યું છે. એક ચતૃર્થાંસ લોકોનું માનવું છે કે અર્થતંત્ર મામલે બાઈડેન નિષ્ફળ રહ્યા છે. જોકે જી-20 બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં બાઇડેને ઘટતા રેટિંગની ચિંતાઓને નકારી કાઢી હતી.

આગામી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીએ થોડીક લીડ મેળવી પણ જનાદેશ કોઈને નહીં
આ સરવેએ આગામી 2022ની મધ્યાવધી ચૂંટણીમાં બાઈડેન સરકારને અરિસો બતાવ્યો છે. બીજી બાજુ સરવેમાં કોઈ પણ પાર્ટીને ઉત્સાહી સમર્થન નથી મળી રહ્યું. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી થોડુંક સારું કરી રહી છે. 35 ટકા લોકો કહે છે કે તે રિપબ્લિકન પાર્ટીની સરકાર બનતા જોઈ રહ્યા છે. જ્યારે 33 ટકા ડેમોક્રેટને અનુકૂળ રીતે જુએ છે. પણ રિપબ્લિકન માટે સકારાત્મક અને નકારાત્મક દૃષ્ટિકોણ વચ્ચે અંતર ઓછું છે. 43 ટકા અમેરિકી નકારાત્મક અભિપ્રાય ધરાવે છે.

અફઘાન પરાજય તથા આર્થિક મોરચે નિષ્ફળતાથી બાઇડેનની શાખ ઘટી
બાઈડેન જાન્યુઆરીમાં પદભાર સંભળ્યા બાદથી અનેક ઘરેલુ સંકટ સામે ઝઝૂમી રહ્યા છે જેમાં અફઘાનિસ્તાનથી અમેરિકાની ઉતાવળે વાપસી, દક્ષિણ સરહદે પ્રવાસીઓની વધતી સંખ્યા અને વધતા ફુગાવા સાથે સંયુક્ત સપ્લાય શ્રેણીના મુદ્દા સામેલ છે. જેના કારણે દેશમાં સપ્લાય સંકટ ઘેરાયું છે અને કિંમતો ઝડપથી વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...