બાઈડેન માટે પડકાર:બાઈડેનનું પોલ રેટિંગ 25 ટકા ઘટ્યું, પક્ષમાં નવા ચહેરા સામે આવી રહ્યા છે

વોશિંગ્ટન15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખ તરીકે બીજું વર્ષ પડકારજનક, 2024ની ઉમેદવારી સામે પણ સવાલ

અમેરિકન પ્રમુખ તરીકે જો બાઈડેન 20 જાન્યુઆરીએ એક વર્ષ પૂરું કરશે. કોરોનાકાળમાં બાઈડેનનું બીજું વર્ષ ખાસ્સું પડકારજનક રહે એવી શક્યતા છે. હાલમાં જ એક સરવેમાં બાઈડેનના પોલ રેટિંગમાં 25%નો ઘટાડો નોંધાયો છે. બાઈડેનને તેમની જ ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓનો નેતૃત્વ માટે પડકાર મળી રહ્યો છે. અનેક નેતાઓ બાઈડેનની નીતિઓના વિરોધી છે.

આ સ્થિતિમાં તેમની પાર્ટીમાં અનેક લોકો પ્રમુખપદના ઉમેદવાર તરીકે ઊભર્યા છે. આ ઉપરાંત નવેમ્બરના અંતમાં થનારી ચૂંટણીઓમાં ડેમોક્રેટિક પાર્ટીના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં બહુમતી ગુમાવાની પણ આશંકા છે. આ એવા સમયે થવા જઈ રહ્યું છે, જ્યારે 2024માં આગામી પ્રમુખપદની ચૂંટણી માટે બે વર્ષ જ બાકી રહી જશે. ત્યાં સુધી બાઈડેનની ઉંમર 82 વર્ષ હશે.

આગામી ચૂંટણીમાં 29% બાઈડેન, 39% ટ્રમ્પની ઉમેદવારીના પક્ષમાં...
અમેરિકન પ્રમુખ તરીકે પોતાનો એક કાર્યકાળ પૂરો કરનારા ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવારીની દોડમાં બહાર નથી થયા. ડિસેમ્બરમાં કરાયેલા એક પોલ પ્રમાણે, તમામ મતદારોમાં 29% લોકો જ 2024માં થનારી પ્રમુખપદની ચૂંટણીમાં બાઈડેનની ઉમેદવારીના પક્ષમાં હતા, જ્યારે ટ્રમ્પની ઉમેદવારીની તરફેણમાં 39% લોકો હતા. અમેરિકામાં કેપિટલ હિંસાના મુદ્દાને લઈને અનેક લોકો હજુ પણ ટ્રમ્પને ઘોર રાષ્ટ્રવાદનો અગ્રણી ચહેરો માને છે. આ ઉપરાંત 35% ડેમોક્રેટ બાઈડેનને ફરી ચૂંટણી લડવા, જ્યારે 49% રિપબ્લિકન ટ્રમ્પને ફરી ચૂંટણી લડાવવાના પક્ષમાં છે.

લઘુતમ વેતન પર લેફ્ટ વિંગ ડેમોક્રેટના વિરોધમાં
દર કલાકે રૂ. 1350 વેતનની પ્રચંડ માંગને લઈને બાઈડેનને પોતાની જ ડેમોક્રેટિક પાર્ટીના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. બાઈડેન તરફથી આ મુદ્દે કોઈ નિર્ણય નહીં કરવા મુદ્દે લેફ્ટ વિંગ ડેમોક્રેટ નીના ટર્નર તેમના ઘોર વિરોધી છે. તેઓ પાછલી ચૂંટણીમાં બાર્ની સેન્ડર્સના સમર્થક હતાં. 35 વર્ષીય એલેક્ઝાન્ડ્રિયાને પણ બાઈડેનના વિકલ્પ તરીકે જોવાઈ રહ્યા છે. ઉપપ્રમુખ કમલા હેરિસ પણ દાવેદારોમાં સામેલ થઈ શકે છે. જેફ વિવર પણ પાર્ટીમાં બાઈડેનના વિરોધી છે. તેમનું માનવું છે કે બાઈડેને પોતાની જ પાર્ટીમાં લેફ્ટ વલણ ધરાવતા નેતાઓ સાથે 2024ના નોમિનેશનમાં આકરા પડકારો મળી શકે છે.

બાઈડેન માટે આ વર્ષે પાંચ મોટા પડકાર, બેરોજગારી મોટો મુદ્દો
1.
અમેરિકામાં બેરોજગારી દર 4.2% છે, રોજગારીની તકોમાં થતો ઘટાડો.
2. 60% લોકો જ ફૂલ વેક્સિનેટેડ, જ્યારે અત્યાર સુધી 80% લોકો થઈ જવા જોઈતા હતા.
3. 1.75 ટ્રિલિયન ડૉલરનું બિલ્ડ, બેક, બેટર બિલ કોંગ્રેસમાં પાસ ના થઈ શક્યું.
4. ઓગસ્ટ 2021 પછી મોંઘવારી દરમાં સતત તેજીનો માહોલ.
5. તંત્રએ 171 મહત્ત્વના હોદ્દે નિમણૂક કરી, હજુ સુધી સેનેટથી મંજૂરી ના મળી.

અન્ય સમાચારો પણ છે...