• Gujarati News
  • International
  • Biden Will Raise America's Concerns Vigorously; Indo China Border Dispute To Be Discussed, World Eye On Biden Jinping Meeting

બાઈડેન-જિનપિંગ વચ્ચે મળશે બેઠક:અમેરિકાના ચિંતત મુદ્દાઓને જોરદાર રીતે ઉઠાવશે બાઈડેન; ભારત-ચીન સરહદ વિવાદ પર પણ ચર્ચા કરશે, બાઈડેન-જિનપિંગની બેઠક પર દુનિયાની નજર

વોશિંગ્ટન20 દિવસ પહેલા
  • 2030 સુધીમાં ચીન 1000 પરમાણુ બોમ્બ બનાવશે, જે મુદ્દે અમેરિકા ચિંતિત
  • આ બેઠકમાં ભારત-ચીન સરહદ વિવાદ પર પણ બાઈડેન જિનપિંગ સાથે ચર્ચા કરી શકે છે
  • કોરોના વાયરસ મુદ્દે પણ અમેરિકા સતત ચીન સામે આંગળી ચીંધી રહ્યું હતું

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન 15 નવેમ્બર સોમવારે સાંજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે વર્ચ્યુઅલ બેઠક યોજાશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએજણાવ્યુ હતું કે બાઈડેન આ મુલાકાતમાં ચીન સાથે અમેરિકાના ચિંતિત મુદ્દાઓ પર વાતચીત કરશે. આ બેઠકમાં ભારત સાથેના સરહદ વિવાદ પર પણ ચીન સાથે વાતચીત થઈ શકે છે.

બંને દેશોના રાષ્ટ્રપતિની આ બેઠક મુદ્દે સાકી કહ્યું હતું કે, 'રાષ્ટ્રપતિ બાઈડેન આ બેઠકમાં સુરક્ષા સબંધિત મુદ્દાઓ પર વાતચીત કરશે.' છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં તણાવ બની રહ્યો છે. બાઈડેન સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ તાઇવાન, દક્ષિણ ચીન સાગર અને લઘુમતીઓના માનવ અધિકારોના ઉલ્લંઘન પર ચીનના વલણ બાબતે ખુશ નથી.

ચીન 2030 સુધીમાં 1000 પરમાણુ બોમ્બ બનાવશે
અમેરિકા ચીનની સતત વધી રહેલી સૈન્ય તાકાત અને તૈયારીઓને લઈને ચિંતિત છે. ચીને તાજેતરમાં જ હાઇપરસોનિક હથિયારનું પરીક્ષણ કરીને અમેરિકાની ઊંઘ હરામ કરી દીધી હતી. ચીન દ્વારા પોતાનો ઈરાદો સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે 2030 સુધીમાં તે 1000 પરમાણુ બોમ્બ બનાવશે. બંને નેતાઓની બેઠકમાં સૈન્ય શક્તિ સહિત તમામ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

ચીન દ્વારા પોતાનો ઈરાદો સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે 2030 સુધીમાં તે 1000 પરમાણુ બોમ્બ બનાવશે, જે મુદ્દે પણ અમેરિકા ચિંતિત છે.
ચીન દ્વારા પોતાનો ઈરાદો સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે 2030 સુધીમાં તે 1000 પરમાણુ બોમ્બ બનાવશે, જે મુદ્દે પણ અમેરિકા ચિંતિત છે.

ભારત-ચીન સરહદ વિવાદ પર પણ બાઈડેન જિનપિંગ સાથે ચર્ચા કરી શકે છે
વ્હાઇટ હાઉસના પ્રવકતાના જણાવ્યા મુજબ ચીનની સાથે વાતચીત પહેલા પણ અમેરિકા પોતાના સ્તર પર વિઝા પ્રતિબંધ, નાણાંકીય પ્રતિબંધ, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કંટ્રોલ બાબતે એડ્વાઇઝરી જાહેર કરવામાં આવેલ છે. જ્યારે, G-7 દેશોને તે બાબતે સંમત કરવામાં આવી રહ્યા છે કે ગ્લોબલ સપ્લાય ચેનમાં બળજબરીથી મજૂરી ન થાય. જો બાઈડેન અને જિનપિંગ વચ્ચે મળનારી આ બેઠકમાં ભારત સાથેના સરહદ વિવાદ પર પણ ચીન સાથે વાતચીત થઈ શકે છે.

બેઠકમાં ભારત-ચીન સરહદ વિવાદ પર પણ બાઈડેન જિનપિંગ સાથે ચર્ચા કરી શકે છે.
બેઠકમાં ભારત-ચીન સરહદ વિવાદ પર પણ બાઈડેન જિનપિંગ સાથે ચર્ચા કરી શકે છે.
ચીનની ફેકટરીઓમાં મજૂરો પાસે બળજબરીથી કામ કરાવવામાં આવતું હોવાની ફરિયાદો અમેરિકાને મળી છે.
ચીનની ફેકટરીઓમાં મજૂરો પાસે બળજબરીથી કામ કરાવવામાં આવતું હોવાની ફરિયાદો અમેરિકાને મળી છે.

ગ્લાસગો બેઠક બાદ વાતચીત કરવાનું નક્કી થયું
સાકી વધુમાં કહ્યું હતું કે, આ મુલાકાતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ચીનની સામે પોતાની ગંભીર ચિંતાઓ બાબતે વાતચીત કરશે, સાથે સાથે એ મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે, જે મુદ્દાઓ પર ચીન સંમત નથી. હાલમાં જ ગ્લાસગો અને સ્કોટલેન્ડમાં સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ સમિટમાં બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવા અને કલાઇમેટ ચેન્જ અટકાવવા માટે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના ઝડપી પ્રયાસો બાબતની જાહેરાત કરી હતી.

નિષ્ણાંતોએ બનાવી વાતચીતની ભૂમિકા
ગયા મહિને વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન અને ચીનના વિદેશ નીતિ સલાહકાર યાંગ જીએચીએ આ વર્ષના અંત સુધીમાં બાઈડેન અને જિનપિંગની વચ્ચે એક વર્ચ્યુઅલ વાતચીત માટે સમજૂતી કરવામાં આવી હતી, જો કે તે સમયે બંને પક્ષ આ વાતચીત માટે તારીખ નક્કી કરી શક્યા ન હતા.

બાઈડેન-જિનપિંગ એક દાયકાથી પરિચિત
બાઈડેન અને જિનપિંગ વચ્ચેના સંબંધો એક દાયકા કરતાં વધુ જૂના છે, જ્યારે બંને પોતપોતાના દેશોના ઉપરાષ્ટ્રપતિ હતા. ફેબ્રુઆરી પછી બંને નેતાઓ વચ્ચે આ ત્રીજી મુલાકાત હશે. સપ્ટેમ્બરમાં બાઈડેન અને જિનપિંગ વચ્ચેની ટેલિફોન વાતચીત દરમિયાન આ મુલાકાતની ભૂમિકા બનાવવામાં આવી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ચીનની સામે પોતાની ગંભીર ચિંતાઓ બાબતે વાતચીત કરશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ચીનની સામે પોતાની ગંભીર ચિંતાઓ બાબતે વાતચીત કરશે.

કોરોના વાયરસ મુદ્દે પણ અમેરિકા સતત ચીન સામે આંગળી ચીંધી રહ્યું
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસ મુદ્દે ચીન પર સતત હુમલાઓ કરી ચૂક્યા છે. ટ્રમ્પ અનેકવાર કોરોના વાયરસને ચીનનો વાયરસ પણ કહી ચૂક્યા છે. કોરોના વાયરસ બાબતે પણ અમેરિકા સતત ચીન સામે આંગળી ચીંધી રહ્યું છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસ મુદ્દે ચીન પર સતત હુમલાઓ કરી ચૂક્યા છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસ મુદ્દે ચીન પર સતત હુમલાઓ કરી ચૂક્યા છે.

બાઈડેન-જિનપિંગની બેઠક પર સમગ્ર દુનિયાની નજર રહેશે
જો બાઈડેન જાન્યુઆરી 2021માં અમેરિકાનું કામકાજ સંભાળ્યા બાદ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બે વખત ફોન પર વાતચીત કરી ચૂક્યા છે. આગામી 15 નવેમ્બરે સોમવારે યોજનારી વર્ચ્યુઅલ બેઠકમાં બંને નેતાઓ દ્રીપક્ષીય સબંધોને આગળ વધારવાના પ્રયાસો કરશે. બંને નેતાઓ વચ્ચે મળનારી આ બેઠક પર સમગ્ર દુનિયાની નજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...