રશિયા-યુક્રેન જંગ વચ્ચે પોલેન્ડે મંગળવારે આરોપ લગાવ્યો કે રશિયાએ તેના પર મિસાઇલ છોડી છે. પોલેન્ડના પ્રધાનમંત્રીના પ્રવક્તાએ કહ્યું કે તેમના દેશમાં રશિયન બનાવટની 2 મિસાઇલો પડી છે. તેમાં બે લોકોના જીવ ગયા છે. રશિયાએ પોલેન્ડ પર મિસાઇલો નાખવાનો ઇન્કાર કરી દીધો છે.
એની વચ્ચે સૌથી ચોંકાવનારું નિવેદન અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડેનનું રહ્યું. તેમણે કહ્યું કે પોલેન્ડમાં રશિયાની મિસાઇલ પડવી સંભવ નથી લાગતું. અત્યાર સુધી રશિયાને ચેતવણી આપનાર બાઇડેને કહ્યું કે-પ્રાઇમરી તપાસમાં સામે આવ્યું છે કે આ મિસાઇલો યુક્રેનના સૈનિકોની જવાબી કારવાઇ બાદ પોલેન્ડમાં પડી છે.
G20 લીડર્સે જંગને લઇને કહી આ વાતો
રશિયન હુમલા પછી પોલેન્ડે બોલાવી ઇમર્જન્સી બેઠક
રશિયાઓ યુક્રેન પર 100 મિસાઇલો નાખી હતી. તેમાંથી 2 મિસાઇલો પોલેન્ડમાં પડી. પોલેન્ડના PM માટુસ્જ મોરાવિકીએ મિસાઇલો પડ્યાની ખબર બાદ ઇમર્જન્સી બેઠક બોલાવી. સરકારના પ્રવક્તાપિઓતર મુલરે કહ્યું કે મામલાની તપાસ ચાલુ છે. રશિયન રાજદૂત સાથે પણ આ ઘટના પર તાત્કાલિક સ્પષ્ટીકરણ માગ્યું છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી બોલ્યા NATO દેશ પર હુમલો ગંભીર મામલો છે. રશિયા પર કાર્યવાહી થવી જોઇએ. વ્હાઇટ હાઉસે કહ્યું કે પ્રેસિડેન્ટ બાઇડને મામલાને લઇને પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજ ડૂડાની સાથે ફોન પર વાત કરી હતી. અમેરિકા અને બ્રિટન સિવાય નાટો પણ મામલાની તપાસ કરી રહ્યા છે.
અમેરિકાએ રશિયાને આપી ચેતવણી
અમેરિકાએ કહ્યું કે તે પોતાના નાટો મેમ્બર પોલેન્ડમાં મિસાઇલ પડવાની પણ તપાસ કરી રહ્યું છે. આની સાથે જ લગાતાર પોલીસ અધિકારીઓ સાથે મામલાને લઇને વાતચીત પણ કરી રહ્યું છે. રશિયાને ચેતવણી પણ આપી છે. નાટોના મહાસચિવ સ્ટોલટેનબર્ગે કહ્યું કે અમે નાટો વિસ્તારના દરેક ઇંચની રક્ષા કરીશું.
જોકે વ્હાઇટ હાઉસે કહ્યું છે કે અમે પોલેન્ડથી આવેલી ખબરોની પુષ્ટિ નથી કરી શકતા. અમારી ટીમ વધુ જાણકારી મેળવવા માટે પોલીસ અને સરકાર સાથે કામ કરી રહી છે.
શું છે નાટો?
NATOનું પૂરું નામ નોર્થ એટલાંટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન છે. તે યુરોપ અને ઉત્તરી અમેરિકન દેશોનું એક સૈન્ય અને રાજનીતિક ગઠબંધન છે. નાટો સંધિનો આર્ટિકલ-5 કહે છે કે જો નાટોના કોઇ પણ દેશ પર હુમલો થાય તો નાટોના બાકી મેમ્બર દેશ આ હુમલાને બધા સદસ્યો પર હુમલો માનશે. સહયોગી દેશની મદદ માટે આગળ આવશે અને કાર્યવાહી કરશે.
નાટોમાં અમેરિકા, ફ્રાન્સ, બેલ્જિયમ,લક્ઝમર્ગ, બ્રિટેન, નેધરલેન્ડ, કેનેડા, ડેનમાર્ક, પોલેન્ડ, આઇસલેન્ડ્સ, ઇટલી, નોર્વે, પુર્તગાલ સમેત 30 દેશ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.