તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચૂંટણીમાં વિદેશી દખલ અંગે માઈક્રોસોફ્ટની ચેતવણી:ચીનના નિશાને બિડેન, ઈરાનના ટારગેટ પર ટ્રમ્પ, રશિયા બંનેને નિશાન બનાવી રહ્યું છે

ન્યૂયોર્ક ટાઇમ્સ સાથેના વિશેષ કરાર હેઠળ8 દિવસ પહેલાલેખક: ડેવિડ ઈ સેંગર, નિકોલ પેરોલોથ
  • કૉપી લિંક
ટ્રમ્પે 9/11 હુમલાની વરસી પર એક જવાનને મેડલ પહેરાવ્યું

અમેરિકામાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ વિદેશી દખલ વધતી જઈ રહી છે. ગુપ્તચર એજન્સીઓ પછી હવે માઈક્રોસોફ્ટે પણ તેના પર ચેતવણી ઉચ્ચારી હતી. રશિયાની સાથે ચીન અને ઈરાનના હેકરો પણ ડેમોક્રેટિક તથા રિપબ્લિકન પાર્ટીના કેમ્પેન સ્ટાફ, કન્સલ્ટન્ટ તથા થિન્ક ટેન્કને નિશાન બનાવી રહ્યા છે. માઈક્રોસોફ્ટે જણાવ્યું કે હેકર ટ્રમ્પ કેમ્પેનથી વધુ બિડેનના કેમ્પેનને નિશાન બનાવી રહ્યા છે. જ્યારે ઈરાન ટ્રમ્પના કેમ્પેનને હેક કરવાના પ્રયાસો કરી રહ્યું છે. જોકે રશિયા બંને પક્ષોને નિશાન બનાવી રહ્યું છે. ચીનના હેકરો જો બિડેનના કેમ્પેનની ટીમના લોકોના પ્રાઈવેટ મેલને હેક કરવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે નેશનલ સિક્યોરિટી સાથે સંકળાયેલા લોકો પણ તેમના નિશાને છે. ચીનના હેકરોના ટારગેટમાં ટ્રમ્પ સંબંધિત ફક્ત એક જ અધિકારી છે. જોકે તેનું નામ જણાવાયું નથી.

રશિયા અનેક રીતે ચૂંટણીને પ્રભાવિત કરવા માગે છે
ચીન અને ઈરાનના હેકરોની તુલનાએ રશિયાના જીઆરયુના હેકરોથી વધુ ખતરો છે. માઈક્રોસોફ્ટે ચેતવણીથી ઠીક પહેલાં જ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે રશિયાની સંસદના 3 અને યુક્રેનની સંસદના એક સભ્ય પર પ્રતિબંધ મૂક્યો હતો. વિભાગે કહ્યું કે રશિયા અનેક રીતે ચૂંટણીને પ્રભાવિત કરવાના પ્રયાસો કરી રહ્યું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો