તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:બાઈડેને કહ્યું - USમાં ભારતીય અમેરિકનોની બોલબાલા વધી રહી છે, ભારતીયોની પ્રોફેશનલ સ્કિલ્સની પ્રશંસા કરી

વોશિંગ્ટન6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકી રાષ્ટ્રપતિની સરકારમાં 55 ભારતવંશી અમેરિકનો સામેલ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને તેમની સરકારમાં ભારતીય-અમેરિકનોની મોટી સંખ્યાનો ઉલ્લેખ કરતાં પ્રોફેશનલ સ્કિલ્સ માટે ભારતીયોની ભારે પ્રશંસા કરી હતી. બાઈડેને કહ્યું કે અમેરિકામાં ભારતીય મૂળના અમેરિકનોની બોલબાલા વધતી જઇ રહી છે. નાસાના પરસિવરેન્સ રોવરના મંગળ ગ્રહ પર ઉતર્યા પછી આ મિશન સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓને ડિજિટલી સંબોધતા બાઈડેનના મિશનના પ્રમુખ ભારતવંશી સ્વાતિ મોહનને કહ્યું કે ભારતીય મૂળના અમેરિકનનો દેશમાં દબદબો વધતો જઇ રહ્યો છે.

તમે(સ્વાતિ મોહન), મારાં ઉપરાષ્ટ્રપતિ(કમલા હેરિસ), મારાં સ્પીચ રાઈટર(વિનય રેડ્ડી) તેના મુખ્ય ઉદાહરણો છે. બાઈડેને કોરોના મહામારીને કારણે સર્જાયેલી નિરાશાજનક સ્થિતિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે માર્સ રોવરનું લેન્ડિંગ રાષ્ટ્રને નવી પ્રેરણા આપી રહ્યું છે. દેશને તેની જરૂર હતી.

સ્વાતિ મોહને નાસાના માર્સ રોવરના મંગળ ગ્રહ પર ઉતરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી છે. તે માર્સ પરસિવરેન્સ રોવર મિશન માર્સ-2020ની ગાઈડેન્સ, નેવિગેશન એન્ડ કન્ટ્રોલ ઓપરેશન્સના પ્રમુખ છે. નાસાનું માર્સ પરસિવરેન્સ રોવર ક્યારે, કેટલી ઝડપે, ક્યાં ઉતરશે, તેની દિશા અને દશા શું હશે, તે કઈ ઊંચાઈએ કેટલી ઝડપે ચાલશે તે નક્કી કરવાની જવાબદારી સ્વાતિ મોહન અને તેમની ટીમની હતી.

હજુ વધુ ભારતવંશીઓની નિમણૂક કરાશે
બાઈડેન સરકારમાં હાલ વધુ ભારતીય મૂળના લોકો સામેલ થવાના છે. ગત અઠવાડિયે ડૉ. વિવેક મૂર્તિ સર્જન જનરલ પદ માટે સેનેટ કમિટી સમક્ષ હાજર થયા હતા. એસોસિયેટ એટર્ની જનરલ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ પદ માટે વનીતા ગુપ્તા પણ સેનેટ સામે હાજર થવાનાં છે.

ભારતીય મૂળના અમેરિકનોએ કહ્યું - ભારતીયોને જોઈ આનંદ
ભારતીય મૂળના અમેરિકનો અને ઈન્ડિયાસ્પોરાના ફાઉન્ડર એમ.રંગાસ્વામીએ કહ્યું કે આ જોવું સુખદ છે કે આટલા બધા ભારતીય અમેરિકનો જાહેર સેવાના ક્ષેત્રમાં જવા માટે તૈયાર છે. ગત મહિને અમે સરકારમાં સામેલ ભારતીય મૂળના અમેરિકનોની યાદી જાહેર કરી હતી જેમાં હવે હજુ અનેક નામો જોડાઈ ચૂક્યાં છે.

અન્ય સમાચારો પણ છે...