તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમેરિકી રાષ્ટ્રપતિ બન્યાના 22 દિવસ બાદ જો બાઇડેને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પહેલીવાર ફોન લગાવ્યો છે. આ વાતચીત કેવી રહી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બાઇડેને વધતી આક્રમકતા મુદ્દે ચીનને આડે હાથ લીધું. હોંગકોંગમાં ચીનના અડિયલ વલણ અંગે ચિંતા વ્યક્ત કરી. ત્યાં સ્થિતિ સુધારવા પર પણ ભાર મૂક્યો.
ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસ્લિમોને હેરાન કરાતા હોવાનો મુદ્દો પણ ઊઠાવ્યો. વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ‘બાઇડેને જિનપિંગને કહ્યું કે માનવાધિકારોનો મુદ્દો માત્ર અમેરિકા માટે નહીં, વિશ્વ માટે પણ ચિંતાની વાત છે. અમે આ મામલે કડકાઇથી કામ કરતા રહીશું. તેમણે જિનપિંગને કહી દીધું કે અમેરિકા તેના નાગરિકોની સુરક્ષા અને તેમના હિતોની બાબતમાં જરાય બાંધછોડ નહીં કરે.
હિન્દ મહાસાગરમાંના દેશોના હિતોની જરાય ઉપેક્ષા નહીં કરાય.’ આ દરમિયાન બંને દેશ વચ્ચે પરસ્પર સહકાર અંગે પણ ચર્ચા થઇ. બાઇડેને સોશિયલ મીડિયા પર પણ આ વાતચીતનો ઉલ્લેખ કર્યો.
બાઇડેને પેન્ટાગોનની ટાસ્ક ફોર્સ બનાવી, ચીનને જવાબ મળશે
ચીનના ષડયંત્રોને પહોંચી વળવા અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોનના નિષ્ણાતોની ટાસ્ક ફોર્સ બનાવાઇ છે. તેણે ચીનને કહી દીધું છે કે તેની ધમકાવનારી કે દબાણ લાવનારી દરેક હરકતનો તેની જ ભાષામાં જવાબ અપાશે. તદુપરાંત, મ્યાનમારમાં સત્તાપલટા બાદ અમેરિકાએ પ્રતિબંધ લાદી દીધો છે, જે અંતર્ગત મ્યાનમારના અધિકારીઓ અને તેમના પરિવાર સાથે દરેક પ્રકારનો વિનિમય બંધ કરી દેવાયો છે.
સ્પષ્ટ થઇ ગયું કે ચીન બાઇડેનની પ્રાથમિકતામાં ભારત પછી છે
પેંગોંગમાંથી સૈનિકોની વાપસીના નિર્ણય અને બાઇડેનની પીએમ મોદી તથા ચીનના રાષ્ટ્રપતિ સાથે વાતચીતને ભેગી કરીને ન જોઇ શકાય પરંતુ અમેરિકી તંત્રએ એટલું સ્પષ્ટ કરી દીધું છે કે ડિપ્લોમેટિક પ્રાયોરિટીમાં ચીનનો નંબર ભારત પછી છે. બાઇડેને પહેલાં પડોશી દેશો, પછી પૂર્વ એશિયાના સહયોગીઓ સાથે વાત કરી. નિ:શસ્ત્રીકરણ વાટાઘાટો બહાલ કરવાની ઇમરજન્સીના કારણે તેમણે ત્યાર બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુટિનને ફોન કર્યો. આમ, ભારતને તેમણે પડોશીઓ અને સહયોગીઓ પછી રાખ્યું છે. આ વાતચીત બાદ જારી નિવેદનમાં બધું હકારાત્મક હતું. જિનપિંગ સાથે ચર્ચા બાદ અમેરિકા અને ચીને જે નિવેદન જારી કર્યા તેમાં બધા મતભેદ રજૂ કરાયા. ભારત-ચીનના સૈન્ય વચ્ચે ઘર્ષણ પૂરું થવા અંગેની સમજૂતીની વાત કરીએ તો, ઘર્ષણના અન્ય મુદ્દા અંગે એકસાથે સહમતિ કેમ ન સધાઇ તે સમજાતું નથી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.