વડાપ્રધાનને વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન:ભુતાને વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિદેશમાં ફરી એકવાર ભારતનો ડંકો વાગ્યો છે. ભુતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા છે. ભુતાનના વડાપ્રધાને ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીને ભુતાનના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર Ngadag Pel gi Khorloથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ભુતાને વડાપ્રધાન મોદીને મિત્રતા અને પરસ્પર સહયોગ માટે આ પુરસ્કાર આપ્યો છે. ભુતાન સરકારે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ મહામારી દરમિયાન સહકાર આપ્યો હતો. ભુતાને આ પુરસ્કાર માટે તેના લોકો વતી અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે તેમને હંમેશાં એક મહાન અને આધ્યાત્મિક વ્યક્તિ તરીકે જોવામાં આવ્યા છે. ભુતાને પણ વડાપ્રધાન મોદીને દેશની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.

વડાપ્રધાન મોદીને આ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે

  • આ પહેલીવાર નથી, જ્યારે કોઈ દેશ દ્વારા વડાપ્રધાનને તેના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હોય. આ પહેલાં UAE, માલદિવ્સ અને રશિયા દ્વારા પણ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે.
  • 2016માં સાઉદી અરબે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક પુરષ્કાર King Abdulaziz Sash Awardથી સન્માનિત કર્યા હતા. એ જ વર્ષે અફઘાનિસ્તાને પણ મોદીને સર્વોચ્ચ નાગરિક પુરષ્કાર Ghazi Amir Amanullah Khanથી સન્માનિત કર્યા હતા.
  • ફેબ્રુઆરી 2018માં ફિલિપિન્સે તેના સર્વોચ્ચ નાગરિક સન્માન Grand Collarથી મોદીને સન્માનિત કર્યા હતા. એ જ વર્ષે દક્ષિણ કોરિયાએ પણ મોદીને Seoul Peace Prizeથી સન્માનિત કર્યા હતા. પર્યાવરણ ક્ષેત્રમાં ઐતિહાસિક કાર્ય કરવા બદલ સંયુક્ત રાષ્ટ્રએ પીએમ મોદીને Champions of the Earth અવૉર્ડથી સન્માનિત કર્યા છે.
  • 2019માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને PM મોદીને તેમના દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર Order of St. Andrew the Apostle દ્વારા સન્માનિત કર્યા હતા.
  • 2019માં જ UAEએ પણ PM મોદીને તેના સર્વોચ્ચ સન્માન Zayed Medalથી નવાજ્યા હતા. એ જ વર્ષે માલદિવ્સે પણ તેમને સર્વોચ્ચ સન્માન Rule of Izzudeenથી સન્માનિત કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...