તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Bezos Wrote A 50 page Letter To Musk Protesting NASA's Contract To Go To The Moon, Musk Said This Is Not About Your Bus!

દિગ્ગજો વચ્ચે પડ્યો વાંધો:ચંદ્ર પર જવાનો નાસાનો કોન્ટ્રાક્ટ મસ્કને મળતા બેઝોસે 50 પાનાનો પત્ર લખી વિરોધ કર્યો, મસ્કે કહ્યું- આ તમારા બસની વાત નથી!

વોશિંગ્ટન2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દુનિયાના બે સૌથી ધનવાન ઉદ્યોગપતિ જેફ બેઝોસ અને એલન મસ્ક વચ્ચે ચંદ્ર પર જવાની પણ લડાઈ ચાલી રહી છે. હકીકતમાં આ મામલો રૂ. 22 હજાર કરોડના એ કોન્ટ્રાક્ટને લઈને છે, જે અમેરિકન અંતરિક્ષ સંસ્થા નાસાએ મસ્કની કંપની સ્પેસ એક્સને આપ્યો છે. તે અંતર્ગત સ્પેસ એક્સ એક લેન્ડર બનાવશે. તેના પર સવાર થઈને અમેરિકન અંતરિક્ષયાત્રીઓ 2024માં ચંદ્ર પર જશે. આ પ્રોજેક્ટ માટે સ્પેસ એક્સ સિવાય બીજી બે કંપનીએ પણ ટેન્ડર ભર્યા હતા. તેમાં જેફ બેઝોસની બ્લૂ ઓરિજિન કંપની પણ સામેલ હતી.

જોકે, આ કોન્ટ્રાક્ટ મસ્કની કંપની સ્પેસ એક્સને મળ્યો. તેથી નાસાના નિર્ણય વિરુદ્ધ બેઝોસની કંપનીએ અમેરિકન સરકારને 50 પાના લાંબો એક પત્ર લખ્યો છે. બ્લૂ ઓરિજિનના ચીફ એક્ઝિક્યુટિવ બોબ સ્મિથ કહે છે કે, નાસાનો સ્પેસ એક્સને કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય ખોટો છે કારણ કે, ‘તેમણે અમારા પ્રસ્તાવના લાભદાયી પાસાંને નજરઅંદાજ કર્યા છે તેમજ સ્પેસ એક્સની ટેકનિકલ ખામીઓ તરફ પણ આંખ આડા કાન કર્યા છે.’ બીજી તરફ, મસ્કે સોશિયલ મીડિયામાં બેઝોસને આડે હાથ લઈને વ્યંગ કરતા કહ્યું છે કે, ‘વિરોધ કરતો પત્ર મોકલીને હવે તમે ચંદ્રની ધરી સુધી પણ નહીં પહોંચી શકે. રહેવા દો, આ તમારા બસની વાત નથી.’

હકીકતમાં નાસા ચંદ્ર પર પહોંચવા માટે એક એવું યાન બનાવવા ઈચ્છે છે, જેના થકી પહેલીવાર એક મહિલા અને અશ્વેત પુરુષ ચંદ્ર પર પહોંચશે. 1972 પછી અમેરિકાએ કોઈ પણ માનવને ચંદ્ર પર નથી મોકલ્યો. નાસાના એડમિનિસ્ટ્રેટર જિન બ્રિડેનસ્ટાઈન કહે છે કે, ‘2024માં ચંદ્ર પર જવા માટે નાસાની તૈયારી અંતિમ તબક્કામાં છે. તેનું નામ છે, મિશન આર્ટિમિસ.’ 2024માં ઓરાયન નામના સ્પેસ ક્રાફ્ટમાં ચાર સભ્ય અંતરિક્ષમાં જશે. તેમાંથી બે અંતરિક્ષ યાત્રી સ્પેસ એક્સના યાનમાં સવાર થઈને ચંદ્રની યાત્રા પર નીકળશે.

આ યોજના પ્રમાણે, બે યાત્રી એક અઠવાડિયા સુધી ચંદ્રની સપાટીનું પરીક્ષણ કરશે અને સ્પેસ એક્સના યાનથી જ પાછા ઓરાયન સુધી પહોંચશે. જેથી તેઓ ધરતી પર સફળ લેન્ડિંગ કરી શકે. આ યાન 4.50 લાખ કિ.મી.ની યાત્રા કરીને ત્રણ અઠવાડિયામાં ચંદ્ર સુધી પહોંચશે.

નાસા 2028 ચંદ્ર પર માણસોની ટકાઉ હાજરી ઈચ્છે છે
આર્ટિમિસ મિશન હેઠળ નાસા 2028 સુધી એવી સિસ્ટમ ઊભી કરવા માંગે છે, જેના થકી ચંદ્ર પર માણસોની ટકાઉ હાજરી શક્ય બને. એટલે કે ત્યાં રહેણાક વિસ્તારો બનાવી શકે. આ પ્રોજેક્ટ હાંસલ કરવા એલન મસ્કની કંપની સ્પેસ એક્સે આ પ્રોજેક્ટ માટે રૂ. 22 હજાર કરોડ, જેફ બેઝોસની કંપની બ્લૂ ઓરિજિને રૂ. 45 હજાર કરોડની બોલી લગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...