સોસાયટી:બેઝોસની પૂર્વ પત્ની મેકેન્ઝીએ ગત વર્ષે 43 હજાર કરોડ રૂપિયા દાન કર્યા

ન્યુયોર્ક4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂખ, ગરીબી દૂર કરવા, ક્લાઈમેટ ચેન્જ અને મહિલા અધિકાર સંગઠનોની મદદ

જુલાઈ 2019માં જ્યારે મેકેન્ઝી સ્કૉટે એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ સાથે તલાક લઈ લીધા ત્યારે તેમની પાસે અખૂટ મિલકત હતી. તે એમઝોનના 4 ટકા શેરની માલિક બની ગઈ. 50 વર્ષની વયે તેમની પાસે આશરે 2.78 લાખ કરોડ રૂપિયા હતા. તેના બાદથી એમેઝોનના શેરોના ભાવ ઝડપથી વધ્યા છે. એટલા માટે તેમની સંપત્તિ 4.17 લાખ કરોડ રૂપિયા થઈ હોવાનું અનુમાન છે.

તે એક વર્ષમાં આશરે 43 હજાર કરોડ રૂપિયા દાન કરી ચૂકી છે. લોકોએ તેના પહેલા અનેક ગણું વધું દાન કર્યું છે પણ કોઈ ફાઉન્ડેશન બનાવ્યા વિના ઓછા સમયમાં આટલી મોટી રકમ કરવામાં આવી નથી. મેકેન્ઝી પ્રચારથી દૂર રહે છે. તેમની જીવનશૈલી સામાન્ય છે. સ્કૉટ છુટાછેડા પહેલા પણ ધનિક હતી પણ જોકે સંપત્તિ એટલી નહોતી એટલા માટે તે વધારે દાન કરતી નહોતી.

તે હોન્ડા મિનીવેવ જાતે ચલાવીને બાળકોને સ્કૂલ અને બેઝોસને ઓફિસે મૂકવા જતી હતી. તેમની પાર્ટીઓમાં ભારે ભરખમ ખર્ચ કરાતો નહોત. એમેઝોનના શેરોનું હસ્તાંતર થતાં પહેલા જ સ્કૉટે ગિવિંગ પ્લેજ પહેલ પર હસ્તાક્ષર કર્યા અને સંપત્તિનો મોટો હિસ્સો દાન કરવાનું વચન આપી દીધું હતું.

આ શપથપત્ર પર વૉરેન બફેટ, બિલ ગેટ્સ, મેલિન્ડા ગેટ્સ અને 200 અન્ય લોકોએ હસ્તાક્ષર કર્યા હતા. પરોપકાર ક્ષેત્રના અમુક નિષ્ણાતોએ વ્યક્તિગત રીતે કોઈ જવાબદારી વિના બનેલા ફાઉન્ડેશનના સ્તરે કામ કરવાના વિવેક અને ઉપયોગિતા સામે સવાલો ઊઠાવ્યા છે. જોકે આતંરિક રીતે તેમની રીતને રોમાંચક મનાય છે. જો બધા દાનદાતા તેમની જેમ કામ કરવા લાગે તો દાન આપવું વધારે બહેતર પણ ઓછું પારદર્શક થઈ જશે. તેમાં વિવિધતા નહીં રહે.

મેકેન્ઝી સ્કૉટે મહિલાઓ, સમલૈંગિકોના અધિકારો, ગરીબી દૂર કરવા, ક્લાઈમેટ ચેન્જ, વિકલાંગો માટે કામ કરનારા સંગઠનોની મદદ કરી છે. તે રંગભેદ વિરોધી છે. મેકેન્ઝી સોશિયલ મીડિયા પર દાનનો ઉલ્લેખ કરે છે. તેમણે જુલાઈ 2020માં 12 હજાર કરોડ રૂપિયા અને એ જ વર્ષે ડિસેમ્બરમાં 30,575 કરોડ રૂપિયાના દાન કર્યાની બે પોસ્ટમાં માહિતી આપી હતી. - સાથે બારબરા મેડક્સ

મહામારીમાં મદદ
ચેરિટેબલ સેક્ટરના ખર્ચ પર નજર રાખનારા સંગઠન કેનડિડ અનુસાર ગત વર્ષે દુનિયાભરમાં કોરોનાના સંબંધમાં અપાયેલા દાનનું 20 ટકા સ્કૉટે દાન કર્યું. વ્યક્તિગત રીતે દાનનો આ 75 ટકા હિસ્સો છે.ચેરિટેબલ સેક્ટરના ખર્ચ પર નજર રાખનારા સંગઠન કેનડિડ અનુસાર ગત વર્ષે દુનિયાભરમાં કોરોનાના સંબંધમાં અપાયેલા દાનનું 20 ટકા સ્કૉટે દાન કર્યું. વ્યક્તિગત રીતે દાનનો આ 75 ટકા હિસ્સો છે.

અન્ય સમાચારો પણ છે...