તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાઈરસના સંકટ વચ્ચે બેન્જામિન નેતન્યાહૂ ફરી એકવાર ઈઝરાયલના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. ભ્રષ્ટાચારના આરોપ અને ત્રણવાર ચૂંટણીમાં બહુમતિ ન મળવા છતા તેઓએ અન્ય પાર્ટી સાથે ગઠબંધન કરીને પીએમ પદ મેળવી લીધું છે. તેઓએ વિપક્ષી નેતા બેની ગાંત્ઝ સાતે હાથ મેળવ્યો છે.બીબીસી સાથે વાતચીતમાં ઈઝરાયલના રાજનીતિક વિશ્લેષક યોહાનન પ્લેસનેરે આ ડીલને લોકતાંત્રિક યુદ્ધવિરામ ગણાવી છે. નેતન્યાહૂ અને પ્રધાનમંત્રી મોદીની પર્સનલ કેમિસ્ટ્રી ઘણી મજબૂત મનાય છે. બેની ગાંત્ઝ પણ ઘણીવાર ભારતને મજબૂત લોકતંત્ર અને ઉભરતી તાકાત ગણાવી ચૂક્યા છે.
નેતન્યાહૂ સતત ચોથીવાર પ્રધાનમંત્રી બનશે
બન્ને નેતા કહી રહ્યા છે કે કોરોના સંકટ વચ્ચે દેશને સ્થિર સરકારની જરૂર છે. એક વર્ષમાં ત્રણવાર સામાન્ય ચૂંટણી થઈ ચૂકી છે. બે ગઠબંધન હતા.નેતન્યાહૂની લિકુડ પાર્ટી અને ગાંત્ઝની બ્લુ એન્ડ વ્હાઈટ પાર્ટીમાંથી કોઈને સ્પષ્ટ બહુમતિ મળી ન હતી. હવે બન્ને સાથે મળીને સરકાર બનાવી રહ્યા છે. નેતન્યાહૂ કુલ પાંચમીવાર અને સતત ચોથીવાર ઈઝરાયલના પ્રધાનમંત્રી બનશે.
ગઠબંધન સરકાર અને શરતો
ભારત સાથે સંબંધ
પ્રધાનમંત્રી મોદી અને નેતન્યાહૂએ એકબીજા દેશોનો પ્રવાસ કરીને ઘનિષ્ઠ સંબંધો બનાવ્યા છે. નેતન્યાહૂએ ચૂંટણી પ્રચારમાં મોદી અને ટ્રમ્પના પોસ્ટરનો ઉપયોગ કર્યો હતો. મોદીએ ફિલિસ્તીન સાથે પોતાના સંબંધોને સંતુલિત કરીને ઈઝરાયલ સાથેના સંબંધોને વધારે પારદર્શક બનાવ્યા છે. વેપાર, રોકાણ, આઈટી, હાઈ ટેક્નોલોજી અને ડિફેન્સ સેક્ટરમાં દ્વિપક્ષીય સબંધોથી બન્ને દેશને લાભ થયો છે. ઈઝરાયલ ભારતનું ત્રીજું સૌથી મોટું ડિફેન્સ પાર્ટનર છે. કોઈ નવી સરકારથી આ સંબંધો ઉપર અસર નહીં થાય.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.