ભાસ્કર ખાસ:આંખોથી વાત કરવામાં રોબોટ પાછળ, તેની પાંપણ માણસની જેમ ઝબકતી નથી

જેનોઆ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈટાલીઃ રોબોટમાં માણસો જેવા હાવભાવની કમી

દુનિયામાં રોબોટ ઝડપથી વિકસી રહ્યા છે. રોબોટ રેસ્ટોરન્ટ વેઈટર્સથી લઈને ન્યૂઝ એન્કર સુધીની ભૂમિકાઓ સંભાળી રહ્યા છે. તેમ છતાં માનવ જેવી હરકતો કરવામાં ઘણા પાછળ છે. ખાસ કરીને આંખોથી વાત કરવામાં ખૂબ નબળા છે. જેનું ઉદાહરણ ઇટાલીના જેનોઆમાં ઇટાલિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી સામે આવ્યું છે. જ્યાં સંશોધન જૂથ કૉન્ટેક્ટએ માનવ-રોબોટ ક્રિયા-પ્રતિક્રિયા દરમિયાન ઘણી વસ્તુઓ શોધી કાઢી.

એક સંશોધક ડ્રમ સાથે રોબો આઇક્યુબની સામેના ટેબલ પર બેઠો હતો. બંનેની નજર એકબીજા પર હતી. બંને ડ્રમ વગાડતા હતા. સંશોધકોએ જોયું કે રૂમમાં હાજર લોકોના ઈશારા, લાઈટ ઓછા-વત્તા થવાની સાથે તેમની આંખના પોપચાં હલતા હતા. જ્યારે રોબોની આંખો સીધી તેની તરફ હતી અને પોપચા ભાગ્યે જ આંખમાં આંખ નાખીને વાત કરવાની સ્થિતિમાં પહોંચી શકતી હતી.

કિશોરો - વયસ્કોને આંખો પલકાવતા રોબો પસંદ
માણસ આંખના ઈશારાથી નિયમિત રીતે વાતચીત કરી શકે છે. તેથી રોબો વૈજ્ઞાનિક આંખો પલકાવવાના મનોવિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છે, જેથી સમજી શકાય કે રોબો આ મોડમાં પોતાને કેવી રીતે અનુકૂળ કરી શકશે.