તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ની ટીમ ગુરુવારે ચીનના વુહાન પહોંચશે, જ્યાંથી કોરોના વાઈરસનો ઉદય થયો હતો. તેના એક દિવસ પહેલાં જ ચીનમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો નોંધાયો છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે કહ્યું કે મંગળવારે અનેક મહિના પછી ચેપના 100થી વધુ કેસ સામે આવ્યા. આ 115 કેસમાંથી 107 સ્થાનિક સ્તરે ચેપના છે. બાકી બહારથી આવેલા લોકો સંબંધિત હતા. આયોગે કહ્યું કે 90 હેબેઈ પ્રાંતમાંથી, 16 કેસ હેઈલોંગ જિયાંગ પ્રાંતમાંથી અને એક શાંગ્સી પ્રાંતમાં સામે આવ્યો છે. સપ્ટેમ્બર બાદથી ચીનમાં એક દિવસમાં 100થી વધુ કેસ મળ્યા નહોતા. ચિંતા એટલા માટે વધુ છે કેમ કે 12 ફેબ્રુઆરીથી ત્યાં નવું વર્ષ શરૂ થશે. આ દરમિયાન સેંકડો લોકો રજા માણવા દેશ-વિદેશ જશે. ચીન પર ગત વર્ષથી કોરોના ફેલાવવાનો આરોપ લાગી રહ્યો છે. અમેરિકાએ તો દાવો કર્યો હતો કે આ વાઈરસ તેની લેબમાં વિકસિત થયો હતો. તપાસ માટે ડબ્લ્યૂએચઓની 10 સભ્યોની ટીમ સિંગાપોરથી વુહાન જઇ રહી છે.
ફ્લોરિડા : વેક્સિન અપાયા બાદ ડૉક્ટરના મૃત્યુની તપાસ શરૂ
અમેરિકાના ફ્લોરિડામાં 18 ડિસેમ્બરે ફાઈઝરની વેક્સિન અપાયાના અમુક અઠવાડિયાં પછી એક ડૉક્ટર મૃત્યુ પામ્યો હતો. ડૉ. ગ્રેગરી મિશેલનાં પત્ની હેદી નેકેલમેને જણાવ્યું કે 3 દિવસ પછી સ્કિન પર નિશાન પડી ગયાં હતાં જેનાથી ઈન્ટરનલ બ્લિડિંગના સંકેત મળ્યા. અત્યાર સુધી સ્પષ્ટ નથી કે મૃત્યુ વેક્સિનથી થયું છે કે નહીં? ન્યુયોર્ક ટાઈમ્સે જણાવ્યું કે ફ્લોરિડાના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું છે કે મિયામી અને નોર્વેના અધિકારીઓ મૃત્યુની તપાસ કરી રહ્યા છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.