તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Before Corona, The School Gave A Project With The Theme 'Hope', Now We Are Giving The Cards Made By The Children To The Elders, Doctors And Staff.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:કોરોના પહેલાં સ્કૂલે ‘ઉમ્મીદ’થીમ થી પ્રોજેક્ટ આપ્યો હતો, હવે બાળકોએ બનાવેલા કાર્ડ વૃદ્ધો, ડોક્ટરો અને સ્ટાફને આપી જુસ્સો વધારી રહ્યા છીએ

વાન્કૂવર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટીચર બાળકો પાસેથી કાર્ડ્સ લઇ હોસ્પિટલ સ્ટાફ, કેર હોમ્સ અને અન્ય લોકો સુધી પહોંચાડે છે
 • બાળકો માટે સાશિયલ ઇમોશનલ લર્નિંગ પ્રોજેક્ટ બનાવાયો હતો, હવે તે સમગ્ર જિલ્લામાં ચાલી રહ્યો છે

કેનેડાના મેપલ રિઝ વિસ્તારની કનક ક્રીક એલિમેન્ટરી સ્કૂલે કોરોના સંક્રમણ પહેલાં બાળકોને એક પ્રોજેક્ટ બનાવવા આપ્યો હતો. તેની થીમ હતી કાર્ડ ઓફ હોપ. તેમાં બાળકોને પોતાના પેરેન્ચ્સની સાથે મળી પોઝિટીવ, પ્રેરક અને આશા જગાવનારા કાર્ડ કે અન્ય મોડલ બનાવવાના હતા. પરંતુ કોરોના સંકટને કારણે લોકડાઉન થઇ ગયું અને બાળકો ઘરોમાં કેદ થઇ ગયા. 
દરમિયાન સ્કૂલમાં 30 વર્ષથી ભણાવતા ડોન ફ્લેનાગનને એક આઇડિયા આવયો કે બાળકોના બનાવાયેલા પ્રોજેક્ટ દ્વ્રારા આશાનો સંદેસ કેર હોમ્સમાં એકલા રહેતા વૃદ્ધો સુધી પહોંચાડવામાં આવે. તેમણે બાળકો અને તેમના પેરેન્ટ્સ સાથે વાત કરી પ્રોજેક્ટ બનાવવાનું કહ્યું. તેમને જાણવા મળ્યું કે કેર હોમ્સમાં ઘણા વૃદ્ધો આઇસોલેશનમાં છે અને આશરે 2 મહિનાથી પરિવારથી પણ દૂર છે. તેથી તેમણે બાળકોના ઘરેથી કાર્ડ લઇ આ વૃદ્ધો સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો. જેથી એકાકીપણા વચ્ચે તેમને કંઇક રાહત મળે. 
કાર્ડ્સમાં બાળકોએ લખ્યું છે- મજબૂત બનેલા રહો, તમે એકલા નથી, એક દિવસ બધુ સારું થઇ જશે, આપણે હાર માનવી જોઇએ નહીં વગેરે. ટીચર ડોન ફ્લેનાગન કહે છે કે ‘અમે કાર્ડ ઓફ હોપ પ્રોજક્ટ બાળકો અને તેમના પરિવાર માટે બનાવ્યો હતો. ધીમે-ધીમે પરિવાર એટલા મોટા થઇ ગયો કે સમગ્ર જિલ્લો તેમાં જોડાઇ ગયો છે. તેણે મહામારીમાં આશા જગાવવાનું કામ કર્યું છે. ખાસ કરીને એ વૃદ્ધોને આરામ મળ્યો છે, જેમને ચેપનો સૌથી વધુ ખતરો હતો. હવે આ કાર્ડ્સ કોરોના સામે લડી રહેલા લોકો પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે ડોક્ટરો, નર્સ અને હોસ્પિટલ સ્ટાફ ઉપરાંત અન્ય કર્મચારીઓને પણ આપવામાં આવી રહ્યા છે. ઘણી હોસ્પિટલ્સે સંદેશાને દિવાલ પર પણ ચોંટાડ્યા છે. ઘણા સંગઠનોએ આ આર્ટવર્કના ઉપયોગની પરવાનગી માગી છે. 
3 વર્ષના બાળકોથી લઇ 70 વર્ષના વૃદ્ધો સુધી જોડાયાં
આ પ્રોજેક્ટ એટલો ચર્ચિત થઇ ગયો કે હવે 3 વર્ષના બાળકથી લઇ 70 વર્ષના વૃદ્ધો પણ તેમાં જોડાઇ ગયા છે. તેઓ કાર્ડ કે અન્ય કોઇ રીતે આશાના સંદેશ અન્ય લોકો સુધી પહોંચાડી રહ્યા છે. હવે સમગ્ર જિલ્લાની સ્કૂલોએ કાર્ડ ઓફ હોપને પોતાના બાળકો માટે સોશિયલ ઇમોશનલ લર્નિંગ પ્રોજેક્ટ તરીકે અપનાવી લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો