10 તસવીરોમાં જુઓ શિન્ઝો આબેનું જીવન:જાપાનના સૌથી યુવા PM બન્યા, પિતા વિદેશ મંત્રી અને નાના વડાપ્રધાન રહ્યા

3 મહિનો પહેલા

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું અવસાન થયું છે. 67 વર્ષીય આબે ચૂંટણી પ્રચાર માટે પશ્ચિમ જાપાનના નારા શહેરમાં પહોંચ્યા હતા. અહીં ભાષણ દરમિયાન એક પૂર્વ સૈનિકે તેમના પર ગોળીબાર કર્યો હતો. 2006માં આબે પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા હતા. તેઓ દેશના સૌથી યુવા વડાપ્રધાન હતા. તે સમયે તેમની ઉંમર 52 વર્ષની હતી. 2012માં તેમણે બીજી વખત વડાપ્રધાન પદ સંભાળ્યું હતું. તેમણે સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે 28 ઓગસ્ટ 2020ના દિવસે પદ પરથી રાજીનામું આપ્યું હતું.

રાજીનામું આપ્યા બાદ પણ તેઓ રાજકારણમાં સક્રિય હતા. જે સમયે તેમને ગોળી વાગી હતી તે સમયે તેઓ ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા હતા. સપ્ટેમ્બર 1954માં ટોક્યોમાં જન્મેલા શિન્ઝો આબે એક રાજકીય પરિવારમાંથી છે. તેમના પિતા વિદેશ મંત્રી હતા. નાના જાપાનના વડાપ્રધાન રહી ચૂક્યા છે. તો ચલો આપણે તસવીરો દ્વારા તેમના જીવન પર નજર કરીએ....

આબેનો આ ફેમિલી ફોટો બાળપણનો છે. અહીં તે પોતાના દાદાના ખોળામાં જોવા મળે છે. ફોટામાં આબેના પિતા શિન્તારો (જમણે), માતા યોકો (ઊભા છે) અને મોટો ભાઈ હિરોનોબુ (ડાબે) પણ જોવા મળે છે.

આ ફોટો આબેના બાળપણનો છે. અહીં તે તેની માતાના ખોળામાં (વચ્ચે) બેઠા છે. તેનો ભાઈ હિરોનોબુ પણ તેના પિતાના ખોળામાં બેઠો છે.

જાપાન ટાઈમ્સ અનુસાર, શિન્ઝો (જમણે) આબે અભ્યાસમાં ખૂબ જ પારંગત હતા. કોલેજકાળથી જ તેમને રાજકારણમાં પણ રસ હતો. એક સમયે તેઓ થિયેટર કલાકાર પણ હતા. અહીં 1970માં એક મિત્ર સાથે તેમની તસવીર.

ફોટો 2007નો છે. ત્યારબાદ શિન્ઝો આબે માત્ર એક વર્ષ માટે વડાપ્રધાન બન્યા હતા. તેમના પ્રથમ કાર્યકાળમાં, તે સ્પષ્ટ હતું કે તેઓ એવા નેતા છે જે સખત નિર્ણયો લે છે. તેના માટે જાપાનની સુરક્ષા પ્રથમ હતી.

અમેરિકા અને જાપાન વચ્ચેના સંબંધો હંમેશા ખૂબ જ મજબૂત રહ્યા છે. બંને દેશો વચ્ચે સુરક્ષા કરાર પણ છે. આ અંતર્ગત અમેરિકા કોઈપણ હુમલાની સ્થિતિમાં જાપાનની સુરક્ષા કરશે. અહીં 2017માં ટ્રમ્પ સાથે આબેની તસવીર.

શિન્ઝો છેલ્લી વખત ભારતની મુલાકાતે આવ્યા ત્યારે વડાપ્રધાન મોદીએ અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ લાંબા સમય સુધી ગળે લગાવ્યા. આ દરમિયાન બુલેટ ટ્રેનને લઈને ચર્ચા મહત્ત્વપૂર્ણ રહી હતી.

શિન્ઝો આબેના ભારત સાથે મજબૂત સંબંધ છે. તેમની મિત્રતા માત્ર વડાપ્રધાન તરીકે જ નહીં, પરંતુ વ્યક્તિગત રીતે પણ મોદી સાથે હતી. જાપાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી સાથે તેમના કટઆઉટ લગાવવામાં આવ્યા હતા.

આબે ચૂંટણી પ્રચાર દરમિયાન. જાપાનમાં તેને પોલિટિકલ એગ્રેસર પણ કહેવામાં આવે છે. સંસદમાં અનેક અવસરો પર તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જાપાને સંરક્ષણના મામલે આત્મનિર્ભર રહેવું પડશે.

આબે 2012માં બીજી વખત જાપાનના વડાપ્રધાન બન્યા હતા. આ તસવીર તેમના બીજા કાર્યકાળ દરમિયાન લેવામાં આવી હતી. અહીં તે પોતાના સ્ટડી રૂમમાં બેઠો છે.

લગભગ 2020ની વાત છે. આબેની તબિયત દિવસે દિવસે બગડતી જતી હતી. તેણે ખુરશી છોડવાનું નક્કી કર્યું હતું. જાપાનમાં મોટાભાગના લોકો તેમના નિર્ણયથી નાખુશ હતા. તેમની નજરમાં આબે શ્રેષ્ઠ પીએમ હતા.

અન્ય સમાચારો પણ છે...