તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Beautiful Flowers Attract Scientists For Research; Beautiful Flowers In Blue, Yellow And White Are More Preferred By Them

ઈકોનોમિસ્ટમાંથી...:સુંદર ફૂલો વિજ્ઞાનીઓને રિસર્ચ માટે આકર્ષિત કરે છે; વાદળી, પીળા અને સફેદ રંગનાં સુંદર ફૂલો તેમને વધુ પસંદ હોય છે

ન્યુયોર્ક2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફૂલો જીવજંતુઓ-પતંગિયાની જેમ વિજ્ઞાનીઓને પણ આકર્ષે છે

તમે ક્યારેક કરિશ્માઇ મેગાફોના વિશે વાંચ્યું કે સાંભળ્યું હશે, જેનો ઉપયોગ પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓ અને તેમનાં આકર્ષણ માટે કરાય છે. જેમ કે બેંગાલ ટાઇગર, આફ્રિકન લાયન, પાંડા કે પેંગ્વિન. પર્યાવરણ કાર્યકરો આ કરિશ્મેટિક પ્રજાતિઓનો ઉપયોગ લોકોનું સમર્થન મેળવવા માટે પણ કરે છે, કેમ કે તે પ્રજાતિઓ લોકોની લાગણીઓને આકર્ષતી હોય છે. વિજ્ઞાનીઓ સાથે પણ કંઇક આવું જ થાય છે. ખાસ કરીને વનસ્પતિ વિજ્ઞાની. તેમને સુંદર રંગબેરંગી ફૂલો રિસર્ચ માટે આકર્ષિત કરે છે.

ઇટાલીની ટ્યૂરિન યુનિવર્સિટીમાં થયેલા રિસર્ચથી આ ખુલાસો થયો છે. યુનિવર્સિટીના પ્રો. માર્ટિનો એડમોએ આને કરિશ્મેટિક મેગાફ્લોરા નામ આપ્યું છે. રિસર્ચમાં જણાવાયું છે કે જે રીતે જીવજંતુઓ-પતંગિયાને આકર્ષે છે તેમ વનસ્પતિ વિજ્ઞાનીઓ પણ આછાં રંગનાં ફૂલો કરતા ઘેરા રંગનાં સુંદર ફૂલો પ્રત્યે વધારે આકર્ષાય છે.

પ્રો. એડમો કહે છે કે તેમની સૌથી વધુ રુચિ ફૂલોના રંગને લઇને હોય છે. તેમને વાદળી, પીળા અને સફેદ રંગનાં ફૂલો વધુ પસંદ છે. જેમ કે વાદળી રંગનું જેન્ટિયાના લિગુસ્ટિકા કે પીળા રંગનું ટ્રમ્પેટ જેન્ટિયન. પ્રો. એડમોએ ટ્યૂરિન યુનિ. નજીક પહાડો પર એક પ્રયોગ પણ કર્યો. તેમણે રિસર્ચ ટીમ પર ત્યાંનાં 113 પ્રકારનાં ફૂલો અંગે સરવે કર્યો. મોટા ભાગના સંશોધકોએ સુંદર દેખાતાં ફૂલો પસંદ કર્યાં.

45 વર્ષમાં 280થી વધુ રિસર્ચના વિશ્લેષણનું પરિણામ
પ્રો. એડમોની ટીમે 1975થી અત્યાર સુધીમાં પ્રકાશિત 280થી વધુ રિસર્ચ પેપર્સનું વિશ્લેષણ કર્યું. તેમણે તેને 3 ભાગમાં વહેંચ્યું- માટીમાં રહેલો ભેજ, દુર્લભતા અને સૌંદર્ય. વિશ્લેષણથી જાણવા મળ્યું કે સૌથી વધુ રિસર્ચ સુંદર ફૂલો પર થયું.

અન્ય સમાચારો પણ છે...