તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Bear Grylls Said Life Sometimes Becomes A War, Collecting All The Positivity And Facing Challenges, I Win

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રિટિશ એન્ડવચરિસ્ટ બેર ગ્રિલ્સની હિંમતની વાત:કહ્યું- જીવન ક્યારેક યુદ્ધ જેવું થઈ જાય છે, સકારાત્મકતાથી પડકારોનો સામનો કરુ છુ; જીતું છું

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચર્ચિત એડવન્ચરિસ્ટ અને ટીવી પ્રેઝન્ટર બેર ગ્રિલ્સે કહ્યું છે કે, તેમને 25 વર્ષ પહેલાં એક એડવેન્ચર દરમિયાન ઈજા થઈ હતી. જેની તેઓ હજી સુધી સારવાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે કહ્યું છે કે, ફેન્સ અત્યારે પણ પુછે છે-દુખાવો થાય છે? મારો જવાબ હોય છે- રોજ અને અસહ્ય.

ચર્ચિત ટીવી શો મેન વર્સિસ વાઈલ્ડના એન્કર ગ્રિલ્સ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બોલીવૂડ એક્ટર અક્ષય કુમારને પણ તેમના મહેમાન બનાવી ચૂક્યા છે. પોસ્ટમાં ગ્રિલ્સે જણાવ્યું કે, તે કેવી રીતે રોજ આ દુખાવાને હરાવે છે.

25 વર્ષથી રોજ આ દુખાવો સહન કરુ છું, પરંતુ હાર નથી માની
બેયર ગ્રિલ્સ જણાવે છે કે, વાત 1996ની છે. ત્યારે હું જાંબિયાની એક સ્કાઈડાઈવિંગ ઈવેન્ટમાં સામેલ થયો હતો. દુર્ભાગ્યવશ પેરાશૂટ ના ખુલ્યુ અને મારે પીઠના જોરે જોખમી લેન્ડિંગ કરવું પડ્યું. તેના કારણે કરોડરજ્જૂમાં ફ્રેક્ચર થઈ ગયું. એક વર્ષ ફિઝિયોથેરપી અને અન્ય સારવાર ચાલી. પરંતુ દુખાવો તો હજી આજે પણ થાય છે.

તે સમયે હું 21 વર્ષનો હતો. આજે 46નો થયો છું. રોજ આ અસહ્ય પીડા સામે લડુ છું. આ પીડામાંથી ઉગરવા માટે આઈસ ટ્રીટમેન્ટ દઉ છું. જે ઘણી પીડાદાયક છે. પરંતુ શરીર અને મગજને મજબૂત રાખવા માટે આ જરૂરી છે.

ઘણાં બધા લોકો માટે જીવન ક્યારેક ક્યારેક એક યુદ્ધ સમાન થઈ જાય છે અને લોકો રોમાંચ સાથે આ યુદ્ધ લડતા હોય છે. હું પણ તેમાંથી એક છું. સકારાત્મક સાથે હું આ પડકારનો સામનો કરુ છું અને જીતુ છું. મને ખુશી છે કે, મને એક સારુ જીવન જીવવાનો મોકો મળ્યો છે.

ઘટનાના બે વર્ષ પછી જ માઉન્ટ એવરેસ્ટ ચડ્યો હતો
દ્રઢ ઈચ્છાશક્તિના કારણે આટલી મોટી પીડાના બે વર્ષ પછી જ મેં માઉન્ટ એવરેસ્ટ ફતેહ કર્યો હતો. તે સમયે આ પર્વત ચડનાર હું સૌથી યુવા બ્રિટિશ યુવક બન્યો હતો. મને ક્યારેય ડર નથી લાગ્યો કારણકે જીવનમાં આ ઘટનાઓ ખૂબ ઝડપથી બની છે, પરંતુ તેની અસર લાંબા સમય સુધી નથી રહી.
હું તે બધામાંથી બહાર આવવામાં સફળ રહ્યો છું.

મેં મોતને ઘણાં નજીકથી જોઈ છે
ગ્રિલે કહ્યું છે કે, એનિમલ્સ ઓન ધી લૂઝ સીરિઝના શૂટિંગ વખતે મેં મોતને ઘણાં નજીકથી જોયું છે. જીવનમાં ક્યારેક પાછા વળીને જોઉં છું તો લાગે છે કે, હું ઘણી વખત જીવ ગુમાવાની સ્થિતિમાં આવી ગયો હતો. પરંતુ હું ભાગ્યશાળી છું કે, દરેક વખતે મારો જીવ બચી ગયો.

ફેન્સ મને ઘણી વખત કહે છે કે,તેમને મને જોઈને સંઘર્ષની પ્રેરણા મળે છે. એક ચાહકે મને લખ્યું છે કે, તેને હર્નિએટેડ ડિસ્કની તકલીફ થઈ છે. તેના કારણે તેને સખત દુખાવો થાય છે. એક અન્ય ફોલોઅરે કહ્યું છે કે, તમારામાંથી સાચી પ્રેરણા મળે છે. જે પ્રમાણેના સાહસિક કામ તમે કરવા માંગો છો તે માટે મજબૂત રહેજો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો