કાળજું કંપાવતો ખતરનાક VIDEO:એસ્કેલેટર પર જતા પહેલા ચેતી જજો, વ્યક્તિએ પગ મુક્યો 'ને સીડી પર ઉતરતાં એકાએક અંદર સમાઈ ગયો

4 દિવસ પહેલા

આજકાલ એસ્કેલેટરથી કોઈપણ ફ્લોર પર જવું સરળ બની રહે છે. થોડીવારમાં કોઈપણ મહેનત કર્યા વગર ચાલી શકીએ છીએ, પરંતુ તે કેટલીકવાર જીવલેણ બની શકે છે. હાલમાં જ એસ્કેલેટરનો એક એવો વીડિયો સામે આવ્યો છે. આ ચોંકાવનારા વીડિયોમાં એક INTERવ્યક્તિ એસ્કેલેટર પર ચડતો જોવા મળે છે, પરંતુ અંદર પ્રવેશતાની સાથે જ તે મશીનની અંદર ખરાબ રીતે ફસાઈ જાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના તુર્કીના ઈસ્તાંબુલમાં અયાઝગા મેટ્રો સ્ટેશન પર બની હતી. જ્યારે આ ઘટના બની ત્યારે મુસાફરો એસ્કેલેટરમાંથી ઉતરી રહ્યા હતા. ત્યારે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા એસ્કેલેટરની સીડીઓમાં ગેપ પડી ગયો હતો અને વ્યક્તિ અંદર ખેંચાઈ ગયો હતો. જોકે, આસપાસ ઊભેલા બધા ચોંકી ગયા હતા.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિની ઓળખ મહેમત અલી એરિક તરીકે થઈ છે, તે એક કલાકથી એસ્કેલેટરની અંદર ફસાયેલો હતો. ઘણા મુસાફરો તેની મદદ માટે આગળ આવ્યા, પરંતુ નિષ્ફળ નીવડ્યા હતા. આખરે ફાયર ફાઈટરોએ તેમને બચાવી લીધો. એ પછી મહેમતને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઈસ્તાંબુલ મેટ્રોપોલિટન મ્યુનિસિપાલિટી અનુસાર, તૂટેલા એસ્કેલેટરને જોખમી ક્ષેત્ર તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું હતું. જે જેથી અન્ય લોકો તેનો ઉપયોગ ન કરી શકે.

અન્ય સમાચારો પણ છે...