અમેરિકી મેડિકલ જર્નલના નવા રિસર્ચમાં ખુલાસો:બેરિયાટ્રિક સર્જરીથી લિવરની બીમારી, કેન્સરનું જોખમ પણ 90% ઘટે

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દર ચારમાંથી એક પુખ્ત અમેરિકી દારૂ પીવાને કારણે નહીં પણ સ્થૂળતાને કારણે ફેટી લિવર (યકૃત વધી જવું)ની ગંભીર બીમારીથી પીડિત છે. ફેટી લિવરની કોઇ સારવાર નથી. ડૉક્ટર માત્ર વજન ઘટાડવાની અને હેલ્ધી ફૂડ ખાવાની સલાહ આપે છે.

જર્નલ ઑફ ધ અમેરિકન મેડિકલ એસો.ના રિસર્ચમાં ખુલાસો થયો છે કે બેરિયાટ્રિક સર્જરીથી સ્થૂળતાથી છુટકારો મળવા સાથે ફેટી લિવર અને લિવરના કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ પણ ઘણું ઘટે છે.

રિસર્ચમાં ફેટી લિવરને કારણે બેરિયાટ્રિક સર્જરી કરાવનારા 1,100 લોકોને આવરી લેવાયા હતા. તેમનામાં 10 વર્ષ સુધી લિવર કેન્સર કે લિવરની અન્ય ગંભીર બીમારીઓનું જોખમ 90% જેટલું ઓછું જણાયું.

અન્ય સમાચારો પણ છે...