કિમ જોંગ ઉનનો આદેશ:ઉત્તર કોરિયામાં 11 દિવસ સુધી હસવા, શરાબ પીવા અને શોપિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ, લોકોએ ઉદાસ રહેવું પડશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિમ જોંગ ઈલનું 17 ડિસેમ્બર, 2011ના રોજ 69 વર્ષની ઉંમર હૃદયરોગના હુમલાને લીધે અવસાન થયું હતું

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન તેમના પિતા અને દેશના ભૂતપૂર્વ તાનાશાહ કિમ જોંગ-ઈલની 10મી વરસી નિમિત્તે વિચિત્ર પ્રકારના ફરમાન જાહેર કર્યા છે. આ ફરમાન પ્રમાણે, દેશમાં લોકો હસી શકશે નહીં. આ ઉપરાંત શોપિંગ અને શરાબ પીવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો પ્રમાણે, કિમે શુક્રવારથી 11 દિવસ સુધી દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.

સામાન્ય પ્રજાજનોએ પુષ્ટિ કરી
રેડિયો ફ્રી એશિયાએ ઉત્તર કોરિયામાં સિનુઈઝુ શહેરના લોકો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે હવે સામાન્ય લોકો દૈનિક જરૂરિયાતના સામાનની ખરીદી પણ કરી શકશે નહીં. જો કોઈ નિયમ તોડશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એક નાગરિકે નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે અગાઉ પણ જે લોકો કિમ જોંગ-ઈલની વરસી સમયે નશામાં જોવા મળતાં તેમની ધરપકડ કરી લેવામાં આવતી હતી. આ પૈકી મોટા ભાગના લોકોની બાદમાં કોઈ જ માહિતી મળતી ન હતી.

નોર્થ કોરિયામાં પ્રત્યેક વર્ષે ભૂતપૂર્વ નેતાની વરસી નિમિત્તે 11 દિવસનો શોક જાહેર કરવામાં આવે છે (ફાઈલ ફોટો).
નોર્થ કોરિયામાં પ્રત્યેક વર્ષે ભૂતપૂર્વ નેતાની વરસી નિમિત્તે 11 દિવસનો શોક જાહેર કરવામાં આવે છે (ફાઈલ ફોટો).

જોરથી રડવા પર પ્રતિબંધ
પ્રતિબંધના 11 દિવસ દરમિયાન જો કોઈનું મોત થાય છે તો તેમનો પરિવાર જોરથી રડી પણ શકતો નથી. શોકની મુદત પૂરી થયા બાદ જ મૃતદેહને અંતિમસંસ્કાર માટે લઈ જઈ શકાય છે. આ 11 દિવસમાં જો કોઈનો જન્મદિવસ આવે છે તો એને સેલિબ્રેટ પણ કરી શકાશે નહીં.

હાંગહો પ્રાંતના એક રહેવાસીએ કહ્યું- પોલીસને લોકો પર ચાંપતી નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. જો કોઈ નિયમ તોડે છે તો તેમની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવશે. ડિસેમ્બરના પ્રથમ દિવસથી જ શોક સમયે લોકો પરત ફરી શકશે નહીં. માટે પોલીસની સમગ્ર મહિના દરમિયાન સ્પેશિયલ ડ્યૂટી લગાવવામાં આવી છે. આ સમયે પોલીસ અધિકારીઓ ઊંઘ પણ લઈ શકશે નહીં.

ત્રણ પેઢીથી સલ્તનત પર કબજો
​​​​​​​
કિમ જોંગ ઉનના દાદા કિમ ઈલ-સુંગે વર્ષ 1948માં ઉત્તર કોરિયાની સ્થાપના કરી હતી. તેમના મૃત્યુ બાદ 1994માં તેમના સૌથી મોટા દીકરા કિમ જોંગ ઈલને સત્તા મળી હતી. કિમ જોંગ-ઈલે વર્ષ 1994થી 2011 સુધી દેશ પર શાસન કર્યું હતું. 17 ડિસેમ્બર, 2011ના રોજ 69 વર્ષની ઉંમર હૃદયરોગના હુમલાને લીધે અવસાન થયું હતું. પિતાના મોત બાદ કિમ જોંગ ઉન સત્તા પર આવ્યો હતો. હવે તાનાશાહે સત્તા સંભાળ્યાનાં 10 વર્ષ પૂરાં થઈ ચૂક્યાં છે.