તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Bangladesh Sent 1776 Rohingya Refugees From 5 Ships To The 'secluded' Island; Human Rights Organizations Protest

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાંગ્લાદેશે રોહિંગ્યાઓને કાઢ્યા:5 જહાજથી 1776 રોહિંગ્યા શરણાર્થીઓને એકાંત દ્વીપ મોકલ્યા, માનવધિકાર સંગઠનોએ વિરોધ નોંધાવ્યો

2 મહિનો પહેલા
શરણાર્થીઓને પાંચ જહાજો દ્વારા ભાસન ચાર દ્વીપ લઈ જવામાં આવ્યા - Divya Bhaskar
શરણાર્થીઓને પાંચ જહાજો દ્વારા ભાસન ચાર દ્વીપ લઈ જવામાં આવ્યા

માનવધિકાર સંગઠનોના વિરોધ છતાં બાંગ્લાદેશની નૌસેનાએ મંગળવારે 1776 રોહિંગ્યા શરણાર્થીઓને એકાંત દ્વીપ મોકલી દીધા છે. તેમને ચટગામના પોર્ટથી પાંચ જહાજો દ્વારા ભાસન ચાર દ્વીપ લઈ જવામાં આવ્યા છે. શરણાર્થીઓ ત્રણ કલાકમાં ત્યાં પહોંચી ગયા હતા.

આ વિશે માનવધિકાર સંગઠન દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, શરણાર્થીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. બાંગ્લાદેશ રોહિંગ્યાઓને આઈલેન્ડ પર કેદ કરવા માંગે છે. બીજી બાજુ વડાપ્રધાન કાર્યાલય તરફથી આપવામાં આવેલા નિવેદન પ્રમાણે, સરકાર માત્ર ત્યાં 700 રોંહિગ્યાઓને મોકલવા માંગતી હતી પરંતુ બાકીના 1500 લોકો સ્વેચ્છાએ જવા માટે તૈયાર થયા છે. તેથી તે લોકોને જ ત્યાં મોકલવામાં આવ્યા છે જે લોકો દ્વીપ પર જવા માંગતા હતા. તેમના પર કોઈ પ્રકારનું પ્રેશર કરવામાં આવ્યું નથી.

સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશ 825 કરોડના ખર્ચે 20વર્ષ જૂના ભાસન ચાર દ્વીપને રિનોવેટ કર્યો છે. અહિં અંદાજે 1 લાખ રોહિંગ્યા શરણાર્થીઓને વસાવવામાં આવશે. અહીં દ્વીપ જળભાગથી 34 કિમી દૂર છે. નોંધનીય છે કે, બાંગ્લાદેશની વસતી 16.15 કરોડ છે. પરંતુ અહીં કોક્સ બાજાર જિલ્લામાં અંદાજે 8 લાખથી વઘારે રોહિંગ્યા શરણાર્થીઓ રહે છે. તેમાંથી મોટા ભાગના શરણાર્થીઓ મ્યાનામારના છે.

ચોમાસાના વરસાદમાં ડૂબી જાય છે દ્વીપ
ભાસન ચાર દ્વીપ 20 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યો હતો. આ દ્વીપ મોટા ભાગે વરસાદમાં ડૂબી જાય છે. પરંતુ બાંગ્લાદેશની નૌસેનાએ 11.2 કરોડ ડોલર (અંદાજે 825 કરોડ)ના ખર્ચે દ્વીપના કિનારાનું રિનોવેશન કરાવ્યું છે. અહીં મકાન, હોસ્પિટલ અને મસ્જિદોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પહેલાં અધિકારીઓએ 4 ડિસેમ્બરે 1642 રોહિંગ્યા શરણાર્થીઓને દ્વીપ પર મોકલ્યા હતા. ત્યારે પણ માનવધિકાર સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો