તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Bangladesh Navy Sends 1776 Rohingya Refugees To 'secluded' Island In 5 Ships, Human Rights Groups Protest

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થળાંતરણ:બાંગ્લાદેશની નૅવીએ 5 જહાજમાં 1776 રોહિંગ્યા શરણાર્થીઓને ‘એકાંત’ ટાપુ પર મોકલ્યા, માનવાધિકાર સંગઠનોનો વિરોધ

ઢાકા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીનથી કપાયેલા દ્વીપ પર એક લાખ રોહિંગ્યાને વસાવાશે
  • નૅવીએ રૂ. 825 કરોડથી ‘સજાવ્યા’ 20 વર્ષ જૂના ભાસન ચાર દ્વીપ

માનવાધિકાર સંગઠનોના વિરોધ છતાં બાંગ્લાદેશની નૅવીએ મંગળવારે 1776 રોહિંગ્યા શરણાર્થીઓને ‘એકાંત’ દ્વીપ પર મોકલી દીધા છે. શરણાર્થીઓને ચટગાવ બંદરેથી પાંચ જહાજમાં ભાસન ચાર દ્વીપ પર લઈ જવાયા હતા. આ પ્રવાસમાં ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. તેને લઈને માનવાધિકાર સંગઠનોનો આરોપ છે કે શરણાર્થીઓ પર દબાણ કરાયું હતું. બાંગ્લાદેશ રોહિંગ્યાઓને આઈલેન્ડ પર કેદ કરવા ઈચ્છે છે. જોકે, વડાપ્રધાન કાર્યાલયે નિવેદન જારી કરીને કહ્યું છે કે, સરકાર ત્યાં ફક્ત 700 રોહિંગ્યાને મોકલવા ઈચ્છતી હતી, પરંતુ 1500 લોકો સ્વેચ્છાએ ત્યાં જવા તૈયાર થયા હતા. એટલે ફક્ત એ જ લોકોને મોકલવામાં આવ્યા છે, જે ખરેખર દ્વીપ પર રહેવા માંગે છે. તેમના પર કોઈ જ પ્રકારનું દબાણ નહોતું કરાયું. સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે, બાંગ્લાદેશે રૂ. 825 કરોડનો ખર્ચ કરીને 20 વર્ષ જૂના ભાસન ચાર દ્વીપને સજાવી દીધા છે. અહીં આશરે એક લાખ રોહિંગ્યાને વસાવાશે. આ દ્વીપ ભૂ-ભાગથી 34 કિ.મી. દૂર છે. બાંગ્લાદેશની વસતી 16.15 કરોડ છે, પરંતુ અહીંના કોક્સ બાજાર જિલ્લામાં આશરે આઠ લાખથી વધુ રોહિંગ્યા શરણાર્થી રહે છે. તેમાં મોટા ભાગના મ્યાનમારના છે.

વરસાદમાં આ દ્વીપ ડૂબી જાય છે
ભાસન ચાર દ્વીપ ફક્ત 20 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યા હતા. આ વિસ્તાર આજેય વરસાદમાં ડૂબી જાય છે, પરંતુ બાંગ્લાદેશની નૅવીએ 11.2 કરોડ ડૉલર એટલે કે આશરે રૂ. 825 કરોડના ખર્ચે દ્વીપના તટબંધોનું સમારકામ કર્યું છે. આ પહેલા અધિકારીઓએ ચોથી ડિસેમ્બરે 1642 રોહિંગ્યા શરણાર્થીને દ્વીપ પર મોકલ્યા હતા. આ મુદ્દે માનવાધિકાર સંગઠનોએ વિરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો