• Gujarati News
  • International
  • Bangladesh: More Than Half Of Students Up To 10 Years Of Age Cannot Read Or Write, Now Entire Education Structure Will Change

ભાસ્કર ખાસ:બાંગ્લાદેશ: 10 વર્ષ સુધીના અડધાથી વધુ વિદ્યાર્થી લખી-વાંચી શકતાં નથી, હવે આખું શિક્ષણ માળખું બદલાશે

વોશિંગ્ટન18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2025 સુધીનો મેગા પ્લાન, ત્રીજા ધોરણ સુધી કોઈ પરીક્ષા નહી ં

પાડોશી દેશ બાંગ્લાદેશમાં શિક્ષણ ક્ષેત્રે એક મેગા પ્લાન ઘડાઈ રહ્યો છે. સરકારે તે પૂરો કરવા માટે 2025 સુધીનું લક્ષ્ય રાખ્યું છે. તેનું કારણ એ છે કે અહીં 10 વર્ષ સુધીના અડધાથી વધુ સ્કૂલના વિદ્યાર્થીઓ લખેલું વાંચી પણ નથી શકતા. 15થી 24 વર્ષ સુધીના વયજૂથના કિશોરોમાંથી 75% તો સ્કૂલે પણ માંડ જાય છે.

કોરોનાકાળમાં તો આ સ્થિતિ વધારે વકરી છે. બાંગ્લાદેશનાં બાળકો સામે મોટો સવાલ એ છે કે, અભ્યાસ કરીએ કે પરિવારને આર્થિક ટેકો આપવા માટે રોજગારી સાથે જોડાઈએ? ભારત અને પાકિસ્તાનથી ઊલટું બાંગ્લાદેશમાં યુવકોથી વધુ સંખ્યામાં યુવતીઓ હાઈસ્કૂલમાં ભણી રહી છે.

પાર્ટિસિપેશન રિસર્ચ સેન્ટરના ઝિયા ઉર રહેમાનના મતે, બાંગ્લાદેશમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો કરવા સરળ નથી. અહીં બાળકો પહેલાં ગોખણપટ્ટી કરીને પરીક્ષાઓ પાસ કરતા હતા. હવે ત્રીજા ધોરણ સુધી પરીક્ષાઓ ખતમ કરી દીધી છે.

ત્રીજાથી દસમા ધોરણ સુધીની વાર્ષિક પરીક્ષા પણ નથી લેવાતી પરંતુ આખા વર્ષના ગુણોને તેમના સર્ટિફિકેટમાં જોડાય છે. બાંગ્લાદેશના નાયબ શિક્ષણમંત્રી હસન ચૌધરીનું કહેવું છે કે હવે અહીં બાળકોને શિક્ષણની સાથે રોજગારી સાથે જોડવા માગે વોકેશનલ કોર્સીસ પણ શરૂ કરાયા છે.

બાંગ્લાદેશનો આર્થિક વિકાસદર છેલ્લા એક દસકામાં 6% રહ્યો છે
બાંગ્લાદેશ પોતાના માનવ સંસાધનના કારણે છેલ્લા એક દસકામાં વિકાસદર 6% રહ્યો છે. કોરોનાકાળ પહેલાં બાંગ્લાદેશનો આર્થિક વિકાસદર 8% હતો. તેનું મોટું કારણ શિક્ષણ ક્ષેત્રે કરેલા સુધારા છે. બાંગ્લાદેશમાં શિક્ષણ પર જીડીપીના 2.1% ખર્ચ કરાઈ રહ્યો છે. આમ તો, આજે આશરે 80% બાળકો પ્રાથમિક શિક્ષણ સુધીનો અભ્યાસ પૂરો કરી શકે છે. 40 વર્ષ પહેલાં સુધી બાંગ્લાદેશમાં ફક્ત 75% બાળકો જ પ્રાથમિક શિક્ષણ પૂરું કરી શકતાં હતાં.

અન્ય સમાચારો પણ છે...