બાંગ્લાદેશના બે મંત્રીઓના બે નિવેદનો:ગૃહ મંત્રી બોલ્યા- હિન્દુ મંદિરો પર હુમલા ષડયંત્ર હતું; સૂચના મંત્રીએ કહ્યું- ઈસ્લામ દેશનો ધર્મ નથી

એક મહિનો પહેલા

બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલાની ઘણી ઘટનાઓ પછી દેશના બે મોટા મંત્રીઓએ અલગ જગ્યાઓ પર નિવેદન આપ્યું છે. ગૃહ મંત્રી અસદ્દુજમન ખાને રવિવારે કહ્યું કે દુર્ગા પૂજા દરમિયાન પંડાલો પર જે હુમલા થયા તે પ્રી-પ્લાન્ડ હતા અને ષડયંત્ર રચીને કરવામાં આવ્યા હતાં. સૂચના મંત્રી મુરાદ હસને કહ્યું કે ઈસ્લામ દેશનો ધર્મ નથી.

અસદ્દુજમન ખાને મંદિરો પર હુમલાને લઈને કહ્યું તેમનો ઉદ્દેશ બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક એકતા સમાપ્ત કરવાનો છે. સૌ પ્રથમ બુધવારે કોમિલામાં હિન્દુ મંદિરમાં લોકો પર હુમલો કરવામાં આવ્યો. ત્યાર બાદ સેંકડો જાણતા અજાણતા લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો. ઢાકા ટ્રિબ્યૂન પ્રમાણે, કોમિલા હુમલો કેમ થયો, આ પૂછવા પર મંત્રીએ કહ્યું કે અમને જેવા પૂરાવા મળશે એવા અમે તેને જાહેર કરીશું અને દરેક આરોપીઓને સજા આપીશું.

બાંગ્લાદેશના ચાંદપુર જિલ્લામાં દુર્ગા પૂજા દરમિયાન ભીડે હિન્દુ મંદિરો પર હુમલો કર્યો
બાંગ્લાદેશના ચાંદપુર જિલ્લામાં દુર્ગા પૂજા દરમિયાન ભીડે હિન્દુ મંદિરો પર હુમલો કર્યો

બાંગ્લાદેશ એક સેક્યુલર રાષ્ટ્ર, ઈસ્લામ રાષ્ટ્રિય ધર્મ નથી
બાંગ્લાદેશના સૂચના રાજ્ય મંત્રી મુરાદ હસને કહ્યું કે બાંગ્લાદેશ એક સેક્યુલર રાષ્ટ્ર છે અને અમે રાષ્ટ્રપતિ બંગબંધુ શેખ મુજિબર રહમાનના બનાવેલા 1972ના સંવિધાનને માનીશું. બાંગ્લાદેશ ક્યારેય ધાર્મિક કટ્ટરપંથીઓનું આશ્રયદાતા નથી બન્યું. જોકે, આ નિવેદન તેમણે મંદિરો પર હુમલાના સંદર્ભમાં નથી આપ્યું.

બંગબંધુ શેખ મુજિબુર રહમાનના સૌથી નાના દીકરા શેખ રસલના 57માં જન્મદિવસ પર એન્જીનીયર્સ ઈસ્ટીટ્યૂટમાં બોલતા તેમણે કહ્યું- મને નથી લાગતું કે ઈસ્લામ અમારા દેશનો ધર્મ છે. અમારી નસોમાં સ્વતંત્રતા સેનાનીઓનું લોહી દોડી રહ્યું છે. કોઈ પણ કિંમતે આપણે 1972ના સંવિધાન પર પરત ફરવું જ પડશે. હું સાંસદમાં આ મુદ્દો ઉઠાવીશ. પ્રધાનમંત્રી શેખ હસીનાની આગેવાનીમાં આ બિલ સંસદમાં પાસ કરાવીશું.

13 ઓક્ટોબરથી શરુ થયા મંદિરો પર હુમલા
બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા 13 ઓક્ટોબરથી શરુ થયા જ્યારે અષ્ટમીના દિવસે મૂર્તિ વિસર્જન દરમિયાન ઘણા પૂજા મંડપોમાં તોડફોડ થઈ. ચિટ્ટાગાવના કોમિલા વિસ્તારમાં દુર્ગા પંડાલો પર થયેલા હુમલાઓમાં 4 લોકોના મોત થયા હતાં. સોશિયલ મીડિયામાં અફવા ફેલાઈ હતી કે પૂજા પંડાલમાં કુરાન મળી છે, ત્યાર બાદ ઘણી જગ્યાઓ પર હિંસત ઘટનાઓ બની. ચાંદપુર, ચિટ્ટાગાવ, ગાજીપુર, બંદરબન, ચપાઈનવાબગંજ અને મોલવીબાજારમાં ઘણા પૂજા પંડાલોમાં તોડફોડ કરવામાં આવી.

શુક્રવારે ભીડે નોઆખાલીમાં ઈસ્કોન મંદિરમાં તોડફોડ કરી. મંદિરની સમિતિએ દાવો પણ કર્યો કે 200 લોકોની ભીડે ઈસ્કોનના એક સભ્ય પાર્થો દાસને નિર્દયતા પૂર્વક મોતને ઘાટ ઉતાર્યો, જેમનો મૃતદેહ મંદિર નજીકના તળાવમાંથી મળ્યો. શુક્રવારે નોઆખાલી જિલ્લામાં જ બેહમગંજ વિસ્તારમાં જતન કુમાર સાહા નામના એક વ્યક્તિને મારી નાંખવામાં આવ્યો, જ્યારે 17 લોકો ઈજાગ્રસ્ત થયા.

અન્ય સમાચારો પણ છે...