CCTVએ બાંગ્લાદેશ હિંસાના રહસ્યો ઉજાગર કર્યા:દુર્ગા પૂજા પંડાલમાં કુર્રાન મૂકીને હિંસા ફેલાવનાર તોફાનીઓની ઓળખ થઈ

એક મહિનો પહેલા
  • સરકારે કહ્યું તેઓ સમગ્ર ષડયંત્ર જાહેર કરશે

બાંગ્લાદેશમાં દુર્ગાપૂજાપંડાલમાં મૂર્તિઓ વચ્ચે કુર્રાન મૂકીને હિન્દુઓ પર હુમલો કરવાનું ષડયંત્ર હવે સામે આવ્યું છે. બાંગ્લાદેશ પોલીસે કોમિલ્લા શહેરમાં પંડાલની આસપાસ લગાવવામાં આવેલા CCTV કેમેરાની મદદથી કુર્રાન મૂકનાર વ્યક્તિને શોધી કાઢ્યો છે. તેની ઓળખ શહેરના સુજાનનગર વિસ્તારના 35 વર્ષિય ઈકબાલ હુસૈન તરીકે થઈ છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર હુસૈનને સહકાર આપનારા બે સાથીઓની પણ ઓળખ થઈ ગઈ છે. તેમના નામ ફયાઝ અને ઇકરામ હુસૈન છે. બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસે કુલ 41 શંકાસ્પદ લોકોને તેમની કસ્ટડીમાં લીધા છે. તેમાંથી ચાર, જેમાં ફયાઝ અને ઇકરામનો સમાવેશ થાય છે જેઓ હુસૈનના સહયોગી તરીકે ઓળખાયા છે. બાંગ્લાદેશી PM શેખ હસીનાએ સમગ્ર ષડયંત્રને બહાર પાડીને અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

કોમિલ્લા શહેરથી 13 ઓક્ટોબરથી શરૂ થયેલા હિન્દુઓ સામેના હુમલાઓ 17 ઓક્ટોબર સુધી બાંગ્લાદેશમાં ચાલુ રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન મોટા પાયે હિંસા થઈ હતી. દુર્ગા પંડાલો તોડી પાડવામાં આવ્યા હતા. હિન્દુઓના ઘરો બળીને ખાખ કરવામાં આવ્યાં હતાં. હિન્દુઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. હિંસા હજી પણ સંપૂર્ણપણે અટકી નથી.

સરકારને અસ્થિર કરવાનું કાવતરું ઘડે છે જમાત
ઢાકા વોચર્સના અહેવાલ મુજબ શેખ હસિના સરકાર જાણીજોઈને ડિસેક્રેશન કરીને અને તેના બાદ શરુ થયેલી તોડફોડ અને સાંપ્રદાયિક હિંસાનું સંપૂર્ણ ષડયંત્ર દુનિયા સમક્ષ રજૂ કરવા માગે છે. એવું માનવામાં આવે છે કે તે સરકાર વિરુદ્ધ જમાત-એ-ઇસ્લામી બાંગ્લાદેશની ઇરાદાપૂર્વકની યોજના છે. જોકે, તેના માટે હજુ પણ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જમાત-એ-ઇસ્લામી બાંગ્લાદેશનો ઉદ્દેશ તાલિબાન જેવા સંપૂર્ણ ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરવાનો છે.

મસ્જિદથી લઈને કુર્રાન લઈને પંડાલ આવવા સુધીના ફુટેજ
ઢાકા ટ્રિબ્યૂન રિપોર્ટ પ્રમાણે ઈકબાલ હુસૈન નાનુઆ દિધિરમાં પૂજા પંડાલના આજુ-બાજૂ લાગેલા CCTV કેમેરાની ફુટેજમાં જોવા મળ્યો છે. એક ફુટેજમાં તે એક સ્થાનિય મસ્જિદના લીલા રંગના કપડામાં કુર્રાન લપેટીને નિકળ્યા બાદ પૂજા પંડાલમાં પ્રવેશ કરતો જોવા મળ્યો. ત્યાર બાદ તે ભગવાન હનુમાનની મૂર્તિ પાસે ફરતો જોવા મળ્યો. પોલીસ હુસૈનની ધરપકડ કરી શકી નથી.

હુસૈને કુર્રાન મુકી, ફયાઝે લોકોમાં હિંસા ભડકાવી
મીડિયા રિપોર્ટ મુજબ પોલીસે સમગ્ર ષડયંત્રની સઘન તપાસ હાથ ધરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હુસૈને કુર્રાનને પંડાલમાં મુક્યૂ હતું. ત્યારબાદ ફયાઝે ત્યાં તેના સમુદાયના ટોળાને ઉશ્કેર્યા હતાં. ત્યારે ઇકરામે 999 ઇમરજન્સી સેવાને ફોન કરીને પૂજા પંડાલમાં રાખવામાં આવેલા કુરાન વિશે પોલીસને જાણ કરી હતી.

નાનુઆ દિધિર પૂજા સેલિબ્રેશન સમિતિના પ્રમુખ સુબોધ રાયે પણ મીડિયાને જણાવ્યું હતું કે અમે પવિત્ર કુર્રાન નહોતું જોયું. અચાનક બે યુવકો આવ્યા અને બૂમો પાડવા લાગ્યા, પૂજા મંડપમાં કુર્રાન મળી આવ્યું, પૂજા મંડપમાંથી કુર્રાન મળી આવ્યું. પછી રમખાણો શરૂ થયા.

ફયાઝે જ ફેસબુક લાઈવ કર્યું હતું
ફયાઝે જ બાદમાં ફેસબુક પર લાઇવ વીડિયો બનાવ્યો હતો જેમાં તેણે આ સમગ્ર ઘટનાની વિગતો ખૂબ જ ઉશ્કેરણીજનક રીતે વર્ણવી હતી. આ જ વીડિયો પછી બાંગ્લાદેશના અન્ય ભાગોમાં પણ હિન્દુઓના પૂજા પંડાલો અને ઘરો પર હુમલાની ઘટનાઓ બની હોવાનું મનાય છે.

બાંગ્લાદેશી નહીં, સાઉદી અરબની કુરાન
પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું હતું કે કોમિલ્લામાં પૂજા પંડાલની અંદર ભગવાન ગણેશના પગ નીચેથી મળેલા લીલા કપડામાં લપેટાયેલું કુર્રાન બાંગ્લાદેશમાં છાપવામાં આવ્યું ન હતું. સાઉદી અરેબિયામાં છપાયેલા કુર્રાનને ફયાઝ લાવ્યો હતો અને તે તેનું અંગત કુરાન હતું.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ફયાઝ ગયા વર્ષે સાઉદી અરેબિયાથી બાંગ્લાદેશ આવ્યો હતો અને તેણે કોમિલ્લામાં મોબાઇલ સર્વિસશોપ શરૂ કરી હતી.

બાંગ્લાદેશથી હિન્દુઓને ભગાડવામાં આવી રહ્યા છે
ભાસ્કર સાથેની ખાસ મુલાકાતમાં બાંગ્લાદેશના જાણીતા વકીલ રાણા દાસગુપ્તા, ફ્રીડમ ફાઇટર અને બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ, ખ્રિસ્તી પરિષદના મહાસચિવે આ ઘટનાને હિન્દુઓને ભગાડવાના ષડયંત્રનો ભાગ ગણાવ્યો હતો.

દાસગુપ્તાએ કહ્યું, "આ હાલની ઘટના હિન્દુઓને દેશમાંથી હાંકી કાઢવાનું મોટું ષડયંત્ર છે. સાંપ્રદાયિક તાકાતો નથી ઇચ્છતી કે લઘુમતીઓ આ દેશમાં રહે. તેમણે કહ્યું હતું કે, "આ બાબતો આંકડા દ્વારા સાબિત થઈ રહી છે. પાકિસ્તાનની રચના સમયે હિન્દુઓની વસતિ 29.7 ટકા હતી. બાંગ્લાદેશની રચના સમયે તે ઘટીને 20 ટકાની આસપાસ આવી ગઈ હતી અને હવે તે 9 ટકાની નજીક છે. બાંગ્લાદેશની રચના થઈ ત્યારે પાકિસ્તાની સેનાએ હિન્દુઓને મોટા પાયે કચડી નાખ્યા હતા અને ભગાવી દીધા હતા.

બાંગ્લાદેશના બંધારણમાં બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો હતો, પરંતુ 1977માં ઝિયા-ઉર-રહેમાનની લશ્કરી સરમુખત્યારશાહી દરમિયાન માર્શલ લોના નિર્દેશ દ્વારા સેક્યુલરિઝ્મ (બિનસાંપ્રદાયિકતા)ને બંધારણમાંથી દૂર કરવામાં આવ્યો હતો. હુસૈન મુહમ્મદ ઇર્શાદની અધ્યક્ષતામાં 1988માં બાંગ્લાદેશમાં ઇસ્લામને રાજ્ય ધર્મ તરીકે અપનાવવામાં આવ્યો હતો. 'બિનસાંપ્રદાયિકતા'ને 'સર્વશક્તિમાન અલ્લાહમાં સંપૂર્ણ વિશ્વાસ' સાથે બદલવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...