બાંગ્લાદેશના એક પ્લેનમાં મુસાફરો વચ્ચે ખૂબ મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ પર ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. એમાં એક મુસાફર શર્ટ પહેર્યા વગર બીજા મુસાફર સાથે મારઝૂડ કરતો હતો. જોકે છેલ્લા કેટલાક દિવસોથી ભારત સહિત ઘણા દેશોની ફ્લાઈટમાં યાત્રીઓનું ખરાબ વર્તન જોવા મળ્યું છે.
બાંગ્લાદેશની નેશનલ ફ્લાઈટમાં થઈ ઝપાઝપી
27 સેકન્ડના આ વીડિયોને ટ્વિટર યુઝર બિતાંકો બિસ્વાલે શેર કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, મારામારી બાંગ્લાદેશની નેશનલ એરલાઈનની ફ્લાઇંગ બોઇંગ 777માં થઈ હતી. બંને મુસાફર વચ્ચે કોઈ વાતે ઝઘડો થયો હતો અને ત્યાર પછી મારામારી શરૂ થઈ હતી. જોકે આ ઘટના ક્યારની છે અને ફ્લાઈટ ક્યાંથી ક્યાં જતી હતી એ વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
વાઇરલ વીડિયોમાં એક શર્ટ પહેર્યા વગરનો પેસેન્જર ફ્રન્ટ રોમાં બેઠેલા મુસાફરને મુક્કાથી મારતો દેખાય છે. જોકે મારનારી વ્યક્તિ પણ રોતી દેખાઈ રહી છે. સામેવાળી વ્યક્તિ પણ તેને મારી રહી છે. જોકે વીડિયોમાં સામેવાળી વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. બંને વચ્ચે મારામારી વધતાં ક્રૂ ઝઘડો રોકવાનો પ્રયત્ન કરતો દેખાય છે.
યુઝર્સે કહ્યું- દક્ષિણ એશિયાના લોકોમાં સભ્યતા જ નથી
આ વીડિયો અત્યારસુધી એક લાખ 17 હજારથી વધુ વખત દેખાઈ ચૂક્યો છે. યુઝર્સ આ સમસ્યાને ગંભીર ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે- આ દક્ષિણ એશિયાના લોકોની તકલીફ જ છે. લોકોને વિદેશમાં નોકરીઓ મળી જાય છે, પરંતુ તેમને સભ્યતા શીખવવામાં નથી આવતી. આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવાની જરૂર છે.
અમુક યુઝર્સ વીડિયોમાં દેખાતી શર્ટલેસ વ્યક્તિને ટ્રોલ કરી રહ્યા છે. આ છોકરાને બસ માત્ર તેનો શર્ટ પરત જોઈએ છે. અન્ય યુઝર્સે કહ્યું- આવા લોકોને તરત ફ્લાઈટમાંથી ઉતારી દેવા જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.