તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Bal Gangadhar Tilak Is My Role Model; Jinnah Fought The Case Of Sedition Against Him, I Will Also Face The Charge Of Sedition By The Army; Jinnah's Followers Will Defend Me

PAKમાં આર્મી Vs મીડિયા:સૈન્ય વિરુદ્ધ બળવો કરનાર પત્રકાર હામિદ મીરે કહ્યું- હું રાજદ્રોહના આરોપનો સામનો કરીશ; ઝીણાના અનુયાયીઓ મારો બચાવ કરશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનમાં ફરી એકવાર મીડિયા અને સેના વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. આ વેળાએ એના નિશાન પર પાકિસ્તાની પત્રકાર અને જિયોના લોકપ્રિય શૉ 'કેપિટલ ટૉક'ના એન્કર હામિદ મીર છે. એક પત્રકાર પર થયેલા હુમલા વિરુદ્ધના પ્રદર્શનમાં હામિદ મીરે પણ ભાગ લીધો હતો, જેમાં પાકિસ્તાની સેનાએ આરોપ લગાવ્યો હતો કે તેણે આર્મી વિરુદ્ધ નિવેદન આપ્યું હતું.

હામિદ મીરને એની ચેનલમાંથી પણ ઓફ એર કરી દેવાયો છે. હામિદ ઘણા પાકિસ્તાની સમાચાર પત્રોમાં કોલમો પણ લખતો હતો, અત્યારે એ કાર્ય પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, સેનાએ મીડિયાગૃહો પર દબાણ કરીને આ કૃત્ય આચર્યું હોય એમ જણાવવામાં આવ્યું છે. અત્યારે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે સેના ટૂંક સમયમાં સંસ્થા વિરુદ્ધ રાજદ્રોહ અને બળવો કરવાના આરોપ અંતર્ગત કેસ પણ દાખલ કરી શકે છે.

ભાસ્કરની ટીમે આ પ્રકરણ અંગે હામિદ મીર સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે સેના વિરુદ્ધ નથી. ના તો મેં એવી કોઈ વાત કરી છે, જે સંસ્થા વિરુદ્ધ યુદ્ધ જેવો માહોલ સર્જી શકે. અમે એક ચોક્કસ માઈન્ડસેટ વિરુદ્ધ લડત આપી રહ્યા છીએ. તો ચલો, આપણે વાતચીતના કેટલાક અંશ પર નજર ફેરવીએ......

જિયો ટીવીમાં પ્રસારિત થતો તમારો સૌથી લોકપ્રિય શૉ 'કેપિટલ ટૉક'ને કેમ ઓફ એર કરવામાં આવ્યો?
ચેનલ પ્રશાસન પર ઘણું દબાણ કરવામાં આવી રહ્યું હતું. ચેનલે પણ આની પહેલાં મને આ પ્રમાણેની શોકોઝ નોટિસ પણ નથી ફટકારી, કારણ કે મેં આ પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો જ નથી.

તમે ઘણી સરકારોને જોઈ, અત્યારની સરકાર વિશે શું કહેશો? છેલ્લી સરકાર કરતાં આ સરકારના સંબંધો મીડિયા સાથે કેવા છે?
હું 2 વાર નોકરી ગુમાવી બેઠો છું. પહેલાં 1994માં, જ્યારે બેનઝીર પ્રધાનમંત્રી હતાં અને બીજી વાર 1997માં જ્યારે નવાઝ શરીફ પીએમ હતા. મને એક સમાચાર પત્રમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યો હતો, પરંતુ બીજી બાજુ નોકરી પણ સરળતાથી મળી રહેતી હતી. મુશર્રફના શાસનકાળમાં પણ 2 વેળા મારું એન્કરિંગ રોકવામાં આવ્યું હતું. જોકે મને સમાચાર પત્રમાં લખતા નહોતો રોકવામાં આવ્યો, પરંતુ અત્યારે ટીવી અને સમાચાર પત્ર બંને જગ્યાએ બેન કરવામાં આવ્યો છે.

કોઈપણ સંસ્થાએ મને નોટિસ પણ નથી ફટકારી અને ડેલી જંગે તો મારા અહેવાલો પોસ્ટ કરવાના પણ બંધ કરી દીધા હતા. પહેલાંની સરકાર અને અત્યારની સરકાર પર આ ઘટનાઓથી તમને તમારો જવાબ મળી જ ગયો હશે. અત્યારે મને તમામ માસ મીડિયાના પ્લેટફોર્મ પરથી બેન કરી દેવાયો છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાન પણ લાચાર છે. મીડિયા અત્યારે સતત પોતાની સ્વતંત્રતા ગુમાવી રહી છે.

PM ઈમરાન તમારા પ્રશંસક છે, પરંતુ અત્યારે તેઓ સહાય નથી કરતા, કેમ?
વ્યક્તિગત રીતે ઈમરાન ખાન હંમેશાં મારી તરફેણમાં રહ્યા છે, પરંતુ હું પણ તેમની સીમાને સમજી શકું છું. 2014માં મારા પર જ્યારે જાનલેવા હુમલો થયો હતો ત્યારે ઇમરાને મને ઘણી સહાય કરી હતી, પરંતુ આરોપીઓની ધરપકડ કરાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. એ સમયે નવાઝ શરીફનું શાસન હતું.

આની પહેલાં 2012માં મારી ગાડીમાં બોમ્બ લગાવાયો હતો. ત્યારે યુસુફ રઝા ગિલાની પ્રધાનમંત્રી હતા. અમારા તેમની સાથે સારા સંબંધો હોવા છતાં તેઓ સહાય કરી શક્યા નહોતા. દેશના પ્રધાનમંત્રી જ્યારે લાચાર હોય એ અત્યંત દુઃખદ બાબત છે. અત્યારે જે ઇમરાનની સ્થિતિ છે એ પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને ગિલાની જેવી જ છે.

એક ભારતીય નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, હામિદ મીરના પ્રદર્શનમાં જે નિવેદનો કરાયાં એમાં સ્પષ્ટ છે કે ભારત સાથે શાંતિની યોજના પાકિસ્તાન સરકારથી વધુ આર્મી જનરલ બાજવાનો અંગત પ્રોજેક્ટ છે. આ શાંતિ યોજનાને ના તો રાજનીતિક મદદ મળી રહી છે અને ના વ્યાપક સ્તર પર સ્વીકૃતિ. તમારો અને મીડિયાનો વિરોધ કોઈ અલગ જ દિશામાં તો નથી?
28 મેના રોજ મારા ભાષણમાં મેં કોઇપણ પ્રકારની આપત્તિજનક ટિપ્પણી આપી નથી. મેં ફક્ત એટલું કહ્યું હતું કે કોઈ મીડિયા પર આવી રીતે વસ્તુઓ થોપી શકાય નહીં. તો આ નિવેદનને કેવી રીતે ભારત સાથેની શાંતિ સાથે જોડી શકાય? ફેબ્રુઆરી 2021માં એલઓસી પર જે સીઝફાયર થયું હતું એને મેં સપોર્ટ કર્યો હતો. 2021માં ત્યાં જઇને મેં શો પણ કર્યો હતો, જેમાં મે સીઝફાયરનાં વિવિધ પોઝિટિવ પાસાં પણ લોકો સમક્ષ રજૂ કર્યા હતા, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ બેક ચેનલ પ્રોસેસને અહીંના નેતાઓએ સપોર્ટ કર્યો નહોતો. જો નેતાઓ જ અમને સાથ નથી આપતા તો મીડિયા કેવી રીતે ભારત સાથેની શાંતિ વાર્તાને સપોર્ટ કરી શકે છે?

પાકિસ્તાની મીડિયાએ ઘણીવાર સાહસ કર્યું છે. ઘણા પત્રકારો સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા માર્યા પણ ગયા હતા, તમે પણ બેન છો. આવા દબાણમાં કેવી રીતે તમે અને અન્ય પાકિસ્તાની પત્રકારો પોતાનો બચાવ કરી શકશે?
પાકિસ્તાની મીડિયાએ પોતાની આઝાદી માટે ઘણા ત્યાગ કર્યા છે. 1990થી 2021 સુધી આશરે 140થી વધુ પત્રકારો પોતાની ફરજ બજાવતાં મોતને ભેટ્યા છે. પાકિસ્તાન ફેડરલ યુનિયન ઓફ જર્નાલિસ્ટ આ સંઘર્ષને ચાલુ રાખવા માટે કટિબદ્ધ છે. અત્યારે પણ તમામ પત્રકારોનું જૂથ મારી પડખે ઊભું છે.

પાકિસ્તાનમાં દેખાવો અને મીડિયાની હાલની પરિસ્થિતિને પાકિસ્તાની રાજકારણમાં આવતાા પરિવર્તનની ઝલક ગણી શકાય. શું સૈન્ય, નાગરિક સ્થાપના અને ધાર્મિક નેતૃત્વ વચ્ચે શક્તિ સંતુલન સંબંધિત પરિવર્તનની પ્રક્રિયા ચાલી રહી છે?
રાજકીય પક્ષો અહીં મજબૂત નથી, પરંતુ અમને અહીંના પત્રકાર સમુદાય, વકીલો, વિદ્યાર્થીઓ, સિવિલ સોસાયટીનો ઘણો ટેકો મળે છે. અમે સૈન્ય સામે લડતા નથી. આ કોઈપણ સંસ્થા સામે યુદ્ધ ચલાવવા જેવું નથી. અમે માનસિકતા સામે લડી રહ્યા છીએ. અમને પાકિસ્તાનની અંદર 'નિયમનો કાયદો' જોઈએ છે. અમારી લડત બસ આટલી જ છે.

તમે તમારી સફરને કેવી રીતે જોઈ રહ્યા છો, તમને કઈ વસ્તુ પ્રભાવિત કરે છે?
મૌલાના મોહમ્મદ અલી જૌહર (આઝાદીની લડત દરમિયાન ખિલાફત આંદોલનના નેતા) મારા રોલ મોડેલ છે. બ્રિટિશ શાસન દરમિયાન તેમનાં ભાષણો અને લખાણો માટે તેમની ઘણી વેળા ધરપકડ કરવામાં આવી હતી. બાળ ગંગાધર ટિળક પણ મારા રોલ મોડલ છે. જ્યારે બાળ ગંગાધર ટિળક પર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો ત્યારે મોહમ્મદ અલી ઝીણાએ કોર્ટમાં તેમના બચાવમાં આ કેસ લડ્યો હતો. હું રાજદ્રોહના આરોપનો સામનો કરવા તૈયાર છું. ઝીણાના અનુયાયીઓ કોર્ટમાં મારો બચાવ કરશે.

અન્ય સમાચારો પણ છે...