લાસ વેગાસમાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શો:10 સેકન્ડમાં દાંત સાફ કરતું ઓટોમેટિક બ્રશ, બાળક કેમ રડે છે તે જણાવતો બેબી સ્લીપ ટ્રેનર પણ

ન્યૂયોર્ક15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શોમાં એગ્રીકલ્ચર રોબોટ, હાઇટેક માસ્ક અને જીવન સરળ બનાવતી પ્રોડક્ટ્સ લૉન્ચ

જો તમે સવારે બ્રશ કરવામાં આળસ કરો છો તો લાસ વેગાસમાં ચાલી રહેલો કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શો તમારા માટે સારા સમાચાર લાવ્યો છે. શોમાં એક ઓટોમેટિક બ્રશ લૉન્ચ કરાયું, આ વાય-બ્રશ માત્ર 10 સેકન્ડમાં તમારા દાંત સારી રીતે સાફ કરવા સક્ષમ છે. તેની સૌથી સારી વાત એ છે કે તમારે બ્રશ કરવા માટે હાથને તકલીફ નહીં આપવી પડે. ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સમાં એક માસ્ક પણ સામેલ છે, જે તમામ રાસાયણિક પ્રદૂષકોને નષ્ટ કરી નાખશે, ઇલેક્ટ્રિક સાઇકલ કે જે એકવાર ચાર્જ કર્યા બાદ 200 માઇલ ચાલશે, હેલ્મેટ કે જે મિનિટોમાં સ્ક્રીન પર બ્રેનનું સ્વાસ્થ્ય જણાવી દેશે અને એક એવી બેટરી કે જે લાઇફટાઇમ ચાલશે.

ફ્રેન્ચ ટૂથબ્રશ વાય-બ્રશમાં 35 હજાર નાયલોન બ્રિસલ્સ છે
વાય-બ્રશ ફ્રાન્સની ફાસ્ટેશ કંપનીએ 3 વર્ષમાં તૈયાર કર્યું છે. ઘણી વિટ્રો અને ક્લિનિકલ ટ્રાયલ બાદ તેને એપ્રૂવ કરાયું છે. બ્રશમાં 35 હજાર નાયલોન બ્રિસલ્સ છે, જે નાઇલોનમેડ ટેક્નિક પર બનાવાયા છે.

બેબી સ્લીપ ટ્રેનર જણાવશે કે તમારા બાળકને ભૂખ લાગી છે
જાપાની કંપની ફર્સ્ટ એસેન્ટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સંચાલિત બેબી સ્લીપ ટ્રેનર લૉન્ચ કર્યું છે. તે તમને જણાવશે કે તમારું બાળક ભૂખ્યું છે, ઊંઘમાં છે, ગુસ્સે છે, કંટાળી ગયું છે કે પછી અસહજ છે.

બેક્ટેરિયા મારવા માટે હાઇ-ટેક માસ્ક
એરસોમ એક અદ્યતન ટેક્નિકવાળું ફેસ માસ્ક છે, જે પ્રદૂષણ, બેક્ટેરિયા અને કોરોના વાઇરસથી બચાવે છે. કંપનીના સહ-સંસ્થાપક ફ્રેન્ક ગ્લેજલે કહ્યું કે કોરોના સામે લડવા માટે આ એક સારું ઉપકરણ છે.

બ્રેન સ્કેનર, 10 મિનિટમાં રિપોર્ટ મળશે
કોરિયન કંપની આઇ મેડી સિન્કે આઇ સિન્ક વૅવ નામનું પોર્ટેબલ બ્રેન સ્કેનર લૉન્ચ કર્યું છે. તેને ઇઇજી સેન્સર્સથી સજ્જ હેલ્મેટના રૂપમાં ડિઝાઇન કરાયું, જે એઆઇ ડીપ લર્નિંગ અલ્ગોરિધમ દ્વારા સંચાલિત છે. તે 10 મિનિટમાં બ્રેઇનની સ્થિતિ જણાવી દે છે.

અન્ય સમાચારો પણ છે...