તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Australian Parliament Rape Case Update; Former Female Employee Brittany Higgins Accused Of Raping A Colleague In Parliament's PM Scott Morrison

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓસ્ટ્રેલિયા માટે લાંછન:પૂર્વ મહિલા કર્મચારીનો આરોપ-2 વર્ષ પહેલાં સંસદમાં રક્ષામંત્રીની ચેમ્બરમાં સહયોગીએ રેપ કર્યો, PMએ મદદ ના કરી

15 દિવસ પહેલા
26 વર્ષની બ્રિટની હિગિન્સની આ તસવીર 2018ની છે, તેમાં તે પાર્લામેન્ટ બહાર જોવા મળી રહી છે - Divya Bhaskar
26 વર્ષની બ્રિટની હિગિન્સની આ તસવીર 2018ની છે, તેમાં તે પાર્લામેન્ટ બહાર જોવા મળી રહી છે

ઓસ્ટ્રેલિયામાં એક પૂર્વ સરકારી કર્મચારીએ સંસદભવનમાં રેપ થયો હોવાનો આરોપ લગાવ્યો છે. 26 વર્ષની બ્રિટની હિગિન્સનો આરોપ છે કે 2018માં તે રાત્રે એક પાર્ટીમાં ગઈ હતી. ત્યાં તેણે દારૂ પીધો હતો. એક સહયોગી તેને પાર્લમેન્ટ હાઉસમાં ડિફેન્સ મિનિસ્ટરની ઓફિસ લઈ ગયો અને ત્યાં તેની સાથે રેપ કર્યો હતો. એ સમયે સ્કોટ મોરિસન ગઠબંધનની સરકાર હતી. વડાપ્રધાને એ સમયે યોગ્ય રીતે તપાસ ના કરાવી. જોકે મહિલાએ હાલ રેપિસ્ટના નામનો ઉલ્લેખ નથી કર્યો.

બ્રિટનીનો આરોપ
હિગિન્સ ત્યારે 24 વર્ષની હતી. તેમના જણાવ્યા પ્રમાણે- હું મારા અમુક સહયોગીઓ સાથે એક પાર્ટીમાં ગઈ હતી. ત્યાં દારૂ પીધો હતો. મારા એક સાથીએ મને ઘર મૂકી જવાની ઓફર આપી હતી, પરંતુ તે વ્યક્તિ મને ઘરે મૂકવા આવવાની જગ્યાએ પાર્લમેન્ટ હાઉસ લઈ ગયો. અહીં તેણે ડિફેન્સ મિનિસ્ટરની ચેમ્બરમાં મારી સાથે રેપ કર્યો. મને જ્યારે થોડું ભાન આવ્યું ત્યારે મેં તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હું નિષ્ફળ રહી.

બ્રિટનીએ આગળ કહ્યું, મેં મારી સાથે થયેલા ખરાબ વર્તનની માહિતી મારા સહયોગીને આપી. સરકાર અને પોલીસને પણ આ વિશે વિસ્તરણથી વાત કરી અને પુરાવા પણ આપ્યા. ડેમોક્રેટિક પાર્ટીએ મને ન્યાય અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો, પરંતુ હજી સુધી કઈ થયું નથી.

રેપિસ્ટનું નામ ના જણાવ્યું
બ્રિટનીએ હજી સુધી તે વ્યક્તિનું નામ જાહેર નથી કર્યું, જેણે તેની સાથે રેપ કર્યો છે. જોકે એ ચોક્કસ કહ્યું છે કે તે વ્યક્તિ લિબરલ પાર્ટીનો નવો રાજકારણી છે. બ્રિટનીએ સ્વીકાર્યું તે રાત્રે તે ઘણી નશામાં હતી. બ્રિટનીએ કહ્યું હતું કે મેં ડિફેન્સ મિનિસ્ટરને પણ વાત કરી હતી. એ સિવાય 12 અન્ય લોકોને પણ આ વિશે જાણ કરી હતી. આ ઘટનાના અમુક સમય પછી વડાપ્રધાન મોરિસને દેશમાં ચૂંટણીની જાહેરાત કરી દીધી હતી.
હવે મોરિસન ઘટના વિશે દુઃખ વ્યક્ત કરતાં કહે છે કે તપાસ યોગ્ય રીતે ના થઈ. નવાઈની વાત એ છે કે પાર્ટીએ બ્રિટની હિગિન્સ પર પોલીસ ફરિયાદ પરત લેવાનું દબાણ પણ કર્યું હતું. હિગિન્સનો આરોપ છે કે મને એવું કહેવામાં આવ્યું હતું કે નોકરી બચાવવી હોય તો પોલીસ કેસ પરત લઈ લો. મારી સાથે અન્યાય થયો અને મને જ ચૂપ રહેવાનું કહેવામાં આવ્યું.
ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં 15 વર્ષથી ઉપરની દર 6માંથી એક છોકરી યૌન શોષણનો શિકાર થાય છે. ઘણી જગ્યાએ તે વર્ક પ્લેસ પર જ યૌન શોષણનો શિકાર બનતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો