• Gujarati News
  • International
  • Australian Election: 7 Lakh Native Indians Hold Key To Power; Prime Minister Scott And Opposition Anthony Go To The Temple gurdwara And Ask For Votes

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ઓસ્ટ્રેલિયા ચૂંટણી - સત્તાની ચાવી 7 લાખ મૂળ ભારતીયો પાસે; વડાપ્રધાન સ્કોટ અને વિપક્ષી એન્થની મંદિર-ગુરુદ્વારામાં જઇને વોટ માગે છે

મેલબોર્નએક મહિનો પહેલાલેખક: અમિત ચૌધરી
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયામાં 21 મેએ વોટિંગ છે. વડાપ્રધાન સ્કોટ મોરિસન લિબરલ પાર્ટીના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. તેમને લેબર પાર્ટીના ઉમેદવાર એન્થની આલ્બેનીઝ પડકારી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં સત્તાની ચાવી ભારતીય મૂળના લોકોના હાથમાં છે. ઓસ્ટ્રેલિયામાં બ્રિટિશ સમુદાય બાદ ભારતીય સમુદાય બીજો એવો સમુદાય છે કે જેની વસતી બીજા દેશોના લોકોથી વધુ છે.

દેશભરમાં ભારતીય મૂળના 7 લાખથી વધુ ઓસ્ટ્રેલિયનો રહે છે. તેથી ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન નાગરિકો કોઇ પણ નેતા અને પક્ષનું રાજકીય ભવિષ્ય નક્કી કરી શકે છે. મોરિસન અને એન્થની આજકાલ મંદિરો-ગુરુદ્વારાઓમાં જઇને વોટ માગી રહ્યા છે. અન્ય પક્ષોના ઉમેદવારો પણ ભારતીય સમુદાય વચ્ચે ફરી-ફરીને વોટ માગી રહ્યા છે. બંને મોટા પક્ષોએ આ ચૂંટણીમાં બિનઅંગ્રેજી દેશો સાથે સંબંધ ધરાવતા 100થી વધુ ઉમેદવારોને ટિકિટ આપી છે, જેમાંથી ત્રીજા ભાગની ટિકિટો ભારતીય મૂળના ઉમેદવારોને અપાઇ છે.

ઓસ્ટ્રેલિયાના 2 મોટા રાજ્ય- ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયામાં ભારતીય સમુદાયની સૌથી વધુ વસતી છે. ત્યાં 2-2 લાખથી વધુ ભારતીયો રહે છે. ન્યૂ સાઉથ વેલ્સના પાટનગર સિડનીના પશ્ચિમી વિસ્તારમાં બંને પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ છે. લિબરલ પાર્ટીએ અહીંની ગ્રીનવે બેઠક પરથી પ્રદીપ પાઠીને ટિકિટ આપી છે. લિબરલ પાર્ટીએ બંને રાજ્યના ભારતીયોની બહુમતીવાળા વિસ્તારો- પેરામેટા ગ્રીનવે, લેલોર, ચિફલે, હોથમ અને મરીબિયોંગમાં ભારતીય મૂળના ઉમેદવારો ઉતાર્યા છે.

લેબર પાર્ટીએ હિગ્ગિંસ, લા ટ્રોબ, સ્વાન અને વેર્રવા વિસ્તારોમાં ભારતીય મૂળના ઉમેદવારોને પ્રાધાન્ય આપ્યું છે. 2019ની ચૂંટણીમાં પણ ભારતીય મૂળના 21 ઉમેદવાર મેદાનમાં હતા. ઇતિહાસ પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયામાં ઘણી ચૂંટણીઓમાં કોઇ એક પક્ષને સંપૂર્ણ બહુમતી નથી મળી. સરકાર રચવા ગઠબંધનની જ પરિપાટી છે. એવી ઘણી બેઠકો છે કે જ્યાં 1-2% વોટ પણ બાજી પલટી શકે છે.

સ્કોટ ભારતીયોને પીએમ મોદી સાથેની મિત્રતાના કિસ્સા સંભળાવે છે
મોરિસને થોડાં દિવસ પહેલાં ભગવો સ્કાર્ફ પહેરીને હિન્દુ કાઉન્સિલના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઓસ્ટ્રેલિયન ભારતીયોમાં નરેન્દ્ર મોદી લોકપ્રિય હોવાનું જાણતા હોવાથી તેમણે મોદી સાથેની પોતાની મિત્રતાના વખાણ કર્યા. તેમણે કાઉન્સિલને 13.5 કરોડ રૂ. આપવાનું વચન આપ્યું. બાદમાં એન્થનીએ પણ કાઉન્સિલના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...