ઓસ્ટ્રેલિયાના છેક પશ્ચિમ ક્ષેત્રે શાર્ક બેમાં સમુદ્રીય ઘાસ અંગે અણધાર્યો ખુલાસો થયો. વિજ્ઞાનીઓને જણાયું છે કે પાણીની નીચે ફેલાયેલું ઘાસ એક છોડ જ છે. આ છોડ આશરે 4500 વર્ષ પહેલાં એક જ બીજમાંથી ઊગ્યો હતો. તેની ખાસિયત એ છે કે આ સમુદ્રીય ઘાસ 189 ચો.કિમીમાં ફેલાયેલો એક છોડ છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીના શોધકર્તાઓ શાર્ક બેમાં સામાન્ય રીતે મળી આવતા ઘાસ રિબન વીડ પ્રજાતિની જિનેટિક વિવિધતાને સમજવા ગયા હતા. દરમિયાનમાં તેમણે સમગ્ર ખીણના નમૂના એકત્રિત કર્યા અને 18,000 જિનેટિક માર્કર્સનો અભ્યાસ કર્યો. જેથી દરેક નમૂનાની એક ફિંગરપ્રિન્ટ તૈયાર કરી શકાય.
વાસ્તવમાં શોધકર્તા જાણવા માંગતા હતા કે કેટલા છોડ મળીને સમુદ્રીય ઘાસનું આખું મેદાન તૈયાર કરે છે. આ શોધ પ્રેસિડિંગ્સ ઓફ ધ રોયલ સોસાયટી બીમાં પ્રકાશિત થઇ છે. અભ્યાસ કરનારી ટુકડીનું નેતૃત્વ જેન એડગેલોએ કર્યું હતું. તેમના જણાવ્યા મુજબ શાર્ક બેમાં માત્ર એક છોડ હતો. તે 180 ચો.કિમીમાં ફેલાયેલો છે.
આ પૃથ્વી પર અત્યાર સુધી મળી આવેલો સૌથી મોટો છોડ છે જે ખરેખર અદભુત છે. જે સંપૂર્ણ ખીણમાં પણ અલગ-અલગ સ્થિતિમાં પણ ઊગેલું છે. જેનની સાથી ડો. એલિઝાબેથ સિંકલેયર જણાવે છે કે ફૂલો વિના ખીલ્યું અને બીયજનું ઉત્પાદન પણ થયું. આ છોડ બહુ મજબૂત છે. તે વિવિધ તાપમાન અને તીવ્ર પ્રકાશ જેવી સ્થિતિમાં પણ ટકેલો છે. જ્યારે મોટા ભાગના છોડ માટે મુશ્કેલ હોય છે.
આ છોડ કેવી રીતે દરેક સ્થિતિમાં જીવિત રહ્યો તે અંગે સંશોધન થઇ રહ્યું છે
શાર્ક બે વિશ્વ ધરોહરમાં સામેલ એક વિશાળ ખીણ છે. જ્યાંનું સમુદ્રીય જીવન વિજ્ઞાનીઓ અને પર્યટકોને વિશેષ આકર્ષિત કરે છે. વિવિધ પરિસ્થિતિઓમાં પણ આ છોડ કેવી રીતે જીવિત રહ્યો છે તે જાણવા શોધકર્તાઓ અહીં ઘણા પ્રયોગો કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.