તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ઓસ્ટ્રેલિયા: પિઝા વર્કરના જૂઠના કારણે લાગ્યું સૌથી કડક લૉકડાઉન, પર્દાફાશ થતાં પ્રતિબંધો હટાવવાનો નિર્ણય કર્યો

એડીલેડ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એડીલેડ સહિત અનેક શહેરોમાં પરિવારની એક વ્યક્તિને બહાર નીકળવાની મંજૂરી હતી

દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં મહામારીના કારણે સૌથી કડક લૉકડાઉન જાહેર કરાયું છે. ગુરુવારે આ લૉકડાઉનની શરૂઆત થઈ અને નિયમો હેઠળ ઘરમાંથી ફક્ત એક જ વ્યક્તિને બહાર નીકળવાની મંજૂરી હતી. સાઉથ ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર સ્ટિવન માર્શલે દેશમાં સંક્રમણ વધ્યું હોવાથી આ નિર્ણય લેવાયો હતો. જોકે, આ લૉકડાઉન પાછળ એક પિઝા વર્કરનું જૂઠ જવાબદાર હતું. ત્યાર પછી પ્રીમિયરે કહ્યું હતું કે, લૉકડાઉન શનિવારે મધરાત્રે પૂરું થયેલું જાહેર કરાશે.

અધિકારીઓએ જણાવ્યું કે, રાજ્યમાં જ્યારે કોન્ટેક્ટ ટ્રેસિંગ થઈ રહ્યું હતું, ત્યારે એક કોરોના પોઝિટિવે કહ્યું કે હું ફક્ત એકવાર પિઝા ખરીદવા બહાર નીકળ્યો હતો. કબૂલાત પછી અધિકારીઓને લાગ્યું કે, રાજ્યમાં કોરોનાનો ખતરનાક સ્ટ્રેન હાજર છે, જે ઓછા સમયમાં લોકોને સંક્રમિત કરી રહ્યો છે. આ અનુમાન પછી રાજ્યમાં કડક લૉકડાઉન લગાવવાનો નિર્ણય લેવાયો. જોકે, કેટલાક સમય પછી પર્દાફાશ થયો કે, તે વ્યક્તિ જૂઠ્ઠું બોલી રહ્યો હતો. તે પિઝા ખરીદવા નહોતો ગયો, પરંતુ તે પિઝા સેન્ટરમાં કામ જ કરતો હતો. પોઝિટિવ થયા પહેલા તેણે અનેક શિફ્ટમાં કામ કર્યું હતું.

આ ઘટના બાદ પ્રીમિયર સ્ટિવન માર્શલે કહ્યું કે, જો આ વ્યક્તિએ કોન્ટેક્ટ ટ્રેસિંગ ટીમને સાચી વાત જણાવી દીધી હોત, તો તેમણે છ દિવસનું લૉકડાઉન ના લગાવવું પડ્યું હોત. ઓથોરિટીની સૌથી મોટી ચિંતા એ છે કે, તેમણે એક આખા જૂથને ઓળખીને લોકોને આઈસોલેટ કરવાના છે, જે આ પિઝા વર્કરના સંપર્કમાં આવ્યા હતા. જોકે, જૂઠ બોલવા છતાં તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી ના કરાઈ કારણ કે, દક્ષિણ ઓસ્ટ્રેલિયાના કાયદા પ્રમાણે, જૂઠ્ઠું બોલવાની કોઈ સજા નથી.

બીજી વાર પૂછપરછમાં પિઝા વર્કરે સાચી વાત જણાવી
ટ્રેસિંગ ટીમે પિઝા વર્કરને બોલાવીને બીજી વાર પૂછપરછ કરી હતી. દક્ષિણ ઓસ્ટ્રેલિયાના પોલીસ કમિશનર ગ્રાન્ટ સ્ટિવન્સને કહ્યું કે, અમારી ટીમને જે જવાબ મળ્યા, તેના પરથી અમને કંઈક ગરબડ લાગી. પછી તેનો બીજી વાર ઈન્ટરવ્યૂ કર્યો, જેમાં અમને માલુમ પડ્યું કે આ વ્યક્તિ પિઝા સેન્ટરમાં કામ કરે છે. બીજી તરફ, સ્ટિવન માર્શલે કહ્યું કે, અમારે 36 કલાકમાં કોરોના પોઝિટિવ ગ્રૂપની ઓળખ કરવાની છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો