• Gujarati News
  • International
  • Scientists In Australia Have Discovered A 1306 foot long Creature Found At A Depth Of 200 Feet In The Earth's Crust.

40 કરોડ વર્ષ જૂની પ્રજાતિનો જીવ મળી આવ્યો:ઓસ્ટ્રેલિયામાં વૈજ્ઞાનિકોએ શોધ્યો 1306 પગ ધરાવતો જીવ, ધરતીના પેટાળમાં 200 ફૂટની ઊંડાઈએ મળ્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંગ્રેજીમાં મિલીપીડનો શાબ્દિક અર્થ થાઉજન્ડ ફીટ એટલે કે હજારો પગ હોય છે

ઓસ્ટ્રેલિયામાં વૈજ્ઞાનિકોએ 1306 પગ ધરાવતા એક દુર્લભ જીવની શોધ કરી છે. આ જીવ એક પ્રકારે મિલીપીડ છે. એક હજારથી પણ વધારે પગ ધરાવતો એ વિશ્વનો એકમાત્ર જીવ છે. એને પૃથ્વીના પેટાળમાં 200 ફૂટ ઊંડાઈએથી શોધવામાં આવ્યો છે. આ જીવ 95.7 મિલીમીટર લાંબો અને એક USB કેબલ જેટલો પાતળો છે. નિષ્ણાતોએ આ જીવને યુમિલિપ્સ પર્સેફોન નામ આપ્યું છે. આ જીવની પ્રજાતિ 40 કરોડ વર્ષ અગાઉ પણ ધરતી પર જોવા મળી હતી.

પર્સેફોન અગાઉ સૌથી વધારે પગવાળો જીવ કેલિફોર્નિયામાં મળ્યો હતો. એ 750 પગ ધરાવે છે. એ પણ મિલીપીડ જીવ હતો. એનું નામ ઈલૈક્મે પ્લેનિપેસ છે. એને વર્ષ 1980માં પ્રથમ વખત જોવામાં આવ્યો હતો.

પ્રથમ મિલીપીડ, જેને એક હજારથી વધારે પગ
અંગ્રેજીમાં મિલીપીડનો શાબ્દિક અર્થ થાઉજન્ડ ફીટ એટલે કે હજારો પગ હોય છે. જોકે, યુમિલિપ્સ પર્સેફોન એવો પ્રથમ મિલીપીડ છે, જે 1000 અથવા વધારે પગ ધરાવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, પર્સેફોન શબ્દને ગ્રીક માઈથોલોજીમાંથી લેવામાં આવ્યો છે. એનો અર્થ અંડરવર્લ્ડની રાણી થાય છે. જમીનની અંદર રહેતા આ જીવોની માફક મિલીપીડને પણ આંખો હોતી નથી. એ રંગહીન હોય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મિલીપીડ ફૂગ પર આધાર રાખે છે.

યુમિલિપ્સ પર્સેફોનની માઈક્રોસ્કોપિક તસવીરો જુઓ....

પર્સેફોન એવી દુનિયામાં રહે છે, જ્યાં પ્રકાશ હોતો નથી અને પૂરતું ભોજન હોતું નથી.
પર્સેફોન એવી દુનિયામાં રહે છે, જ્યાં પ્રકાશ હોતો નથી અને પૂરતું ભોજન હોતું નથી.
વૈજ્ઞાનિકોને મળી આવેલા આ જીવની લંબાઈ ફક્ત 95.7 મિલીમીટર છે.
વૈજ્ઞાનિકોને મળી આવેલા આ જીવની લંબાઈ ફક્ત 95.7 મિલીમીટર છે.

શોધખોળ સમયે અન્ય શું મળી આવ્યું
શોધખોળ સમયે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયોમાં વૈજ્ઞાનિકોને બે માદા અને બે નર મિલીપીડ્સ મળી આવ્યા. માદા મિલીપીડ્સના પગની સંખ્યા 1306 અને 998 હતી. નર મિલીપીડ્સના 818 અને 778 પગ હતા. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, મિલીપીડ્સ જીવ સૌથી પહેલા 40 કરોડ વર્ષ અગાઉ જોવા મળેલો. આજે આ પ્રજાતિઓની સંખ્યા 13,000 છે.

છેવટે આટલા પગ શા માટે?
પર્સેફોન એવી દુનિયામાં રહે છે, જ્યાં પ્રકાશ હોતો નથી અને પૂરતું ભોજન હોતું નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ જીવ જો ધરતીની નીચે જીવિત રહેવું હોય તો તેને ઘણાબધા પગ હોવા જરૂરી છે. મિલીપીડની લંબાઈ અને નાના-નાના પગ એને મૂવમેન્ટ કરવામાં સરળતા ઉપલબ્ધ કરાવે છે. જોકે ધરતીની નીચે આ મિલીપીડ્સને ભોજનની અછત હોય છે, એના શરીરનાં લાંબાં અંગોનો વિકાસ થઈ શકતો નથી.