• Gujarati News
  • International
  • Australia Approves Covexin Of India Biotech; Said He Can Come To Australia With His Vaccination Certificate

સ્વદેશી વેક્સિનને વધુ એક મંજૂરી:ઓસ્ટ્રેલિયાએ ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી આપી; કહ્યું- એનું વેક્સિનેશન સર્ટિફિકેટ લઈને ઓસ્ટ્રેલિયા આવી શકાશે

સિડનીએક મહિનો પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોવેક્સિનના જ 2 ડોઝ લીધા છે.
  • કોવેક્સિન લીધી હોય તેવા ભારતીય વેક્સિનેશન સર્ટિફિકેટ લઈને ઓસ્ટ્રેલિયા જઈ શકશે

ભારતની સ્વદેશી વેક્સિન કોવેક્સિનને ઓસ્ટ્રેલિયામાં ટ્રાવેલ માટે મંજૂરી મળી ગઈ છે, એટલે કે હવે કોવેક્સિન લીધી હોય તેવા કોઈપણ ભારતીય વેક્સિનેશન સર્ટિફિકેટ લઈને ઓસ્ટ્રેલિયા જઇ શકશે. કોવેક્સિન લઈ ચૂકેલા ઓસ્ટ્રેલિયા જનારા લોકોને હવે 14 દિવસ ક્વોરન્ટીન પણ રહેવું પડશે નહીં.

ઓસ્ટ્રેલિયા સરકારે આ નિર્ણય કોવેક્સિન બાબતે WHOની મળનારી બેઠકના 2 દિવસ પહેલાં જ લીધો છે. 3 નવેમ્બરના રોજ WHOની બેઠક મળનારી છે. કોવેક્સિન બનાવનારી ભારત બાયોટેક કંપનીને આશા છે કે આ બેઠકમાં WHO તેમની વેક્સિનને ઈમર્જન્સી અપ્રૂવલ આપી દેશે.

હૈદરબાદની કંપની ભારત બાયોટેકે વેક્સિનની મજૂરી માટે 19 એપ્રિલે WHOને અરજી કરી હતી. જણાવીએ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોવેક્સિનના જ 2 ડોઝ લીધા છે.

ચીનની વેક્સિનને પણ મંજૂરી
ઓસ્ટ્રેલિયાએ ભારતીય કોવેક્સિનની સાથે સાથે ચીનની કંપની સીનોફોર્મની BBIBP-CorV વેક્સિનને પણ મંજૂરી આપી છે. ઓસ્ટ્રેલિયામાં હવે ભારત અને ચીન બંને દેશની 2-2 વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. એમાં ભારતની કોવિશીલ્ડ અને કોવેક્સિન, જ્યારે ચીનની સીનોવેક અને સીનોફોર્મ સામેલ છે.

WHOની મંજૂરીમાં ક્યાં ફસાયો હતો પેચ?
કોવેક્સિનની મંજૂરી બાબતે WHOએ આ પહેલાં 26 ઓકટોબરે બેઠક કરી હતી. એમાં ભારત બાયોટેકની વેક્સિન બાબતના ડેટાની માગ કરવામાં આવી હતી. WHOએ કંપની પાસે વેક્સિનના જોખમ અને ફાયદા સંબંધિત ટેક્નિકલ ડેટા પણ માગ્યો હતો.

26 ઓકટોબરે WHOની બેઠકમાં શું થયું?
છેલ્લે મળેલી WHOની બેઠકમાં કોવેક્સિનની મંજૂરી બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. જોકે WHOની મેડિસિન અને હેલ્થ પ્રોડક્ટન ADG મેરિએન્જેલા સિમાઓએ કહ્યું હતું કે અમને ભારતની વેક્સિન ઈન્ડસ્ટ્રી પર વિશ્વાસ છે. ભારત બાયોટેક અમને સતત ડેટા ઉપલબ્ધ કરાવી રહી છે. હવે 3 નવેમ્બરે મળનારી બેઠકમાં આ બાબતે નિર્ણય લેવામાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...