તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલો ક્યાં રહેવા જશો?:ઓકલેન્ડ રહેવા માટેનું સૌથી સારું સ્થળ, સૌથી ખરાબ 10 શહેરમાં દમાસ્કસ, ઢાકા, કરાચીનો પણ સમાવેશ કરાયો

ન્યુયોર્ક10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂઝીલેન્ડનું ઓકલેન્ડ રહેવા માટે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ શહેર છે. ગઇ વખતે ટોચ પર રહેલું ઓસ્ટ્રિયાનું વિએના આ વખતે 12મા ક્રમે ફેંકાયું છે. સૌથી ખરાબ 10 શહેરમાં સીરિયાની રાજધાની દમાસ્કસ, બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને પાકિસ્તાનનું કરાચી પણ સામેલ છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના 2021નાં રેન્કિંગ્સમાં આ માહિતી સામે આવી છે. જે દેશોએ કોરોના મહામારીને કાબૂમાં રાખી ત્યાં સુધારો જોવા મળ્યો છે. આ જ કારણથી સૌથી મોટા કડાકાવાળાં 10માંથી 8 શહેર યુરોપનાં છે. આ લિસ્ટમાં શહેરોને સ્થિરતા, આરોગ્ય સુવિધા, સંસ્કૃતિ અને પર્યાવરણ, શિક્ષણ તથા પાયાના માળખાના આધારે રેન્કિંગ અપાય છે.

10માંથી 7 શહેરને હેલ્થકેરમાં 100માંથી 100 પોઇન્ટ
શહેરોના રેન્કિંગ પર સૌથી વધુ અસર મહામારી સામે અપનાવાયેલી રણનીતિથી પણ પડી છે. આ જ કારણથી રહેવા માટે સૌથી સારાં 10 શહેરમાંથી 7ને 100માંથી 100 પોઇન્ટ મળ્યા છે. તેમાં જાપાનનાં ઓસાકા અને ટોક્યો, ઓસ્ટ્રેલિયાનાં પર્થ, એડિલેડ અને મેલબોર્ન પણ સામેલ છે. અન્ય બે જિનિવા અને ઝ્યૂરિચ છે.

અન્ય સમાચારો પણ છે...