આતંકી હુમલાનું ષડયંત્ર:પેરિસ સ્ટેશન પર તૈનાત પોલીસકર્મી પર ચાકૂથી હુમલાનો પ્રયાસ, કમાન્ડો ફોર્સે હુમલાખોરને ઠાર કર્યો

પેરિસ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પેરિસના ગેર ડૂ નોર્ડ ટ્રેન સ્ટેશન પર તૈનાત પોલીસ - Divya Bhaskar
પેરિસના ગેર ડૂ નોર્ડ ટ્રેન સ્ટેશન પર તૈનાત પોલીસ

ફ્રાંસની રાજધાની પેરિસમાં એક અજાણ્યા શખ્સે સોમવારે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે પહેલાં તો પોતાને બચાવ્યો જે બાદ ઘટનાસ્થળે હાજર કમાન્ડો ફોર્સે હુમલાખોરને ઠાર કર્યો. ઘટના પેરિસની સૌથી વ્યસ્ત સ્ટેશનમાંથી એક ગેર ડૂ નોર્ડ ટ્રેન સ્ટેશનની છે.

પોલીસે હજુ સુધી હુમલાખોરની ઓળખ જાહેર કરી નથી. ફ્રાંસના અનેક શહેરમાં પહેલાં પણ આ પ્રકારના હુમલાઓ થતા રહ્યાં છે. આ પ્રકારના હુમલાને લોન વૂલ્ફ અટેક કહેવાય છે. જેનો અર્થ એવો છે કે કોઈ એકલો શખ્સ આતંકી હુમલામાં સામેલ હોય.

બે પોલીસ અધિકારી પર હુમલો
પ્રાથમિક જાણકારી મુજબ ગેર ડુ નોર્ડ ટ્રેન સ્ટેશન પર આ હુમલો તે સમયે થયો જ્યારે બે પોલીસકર્મી ત્યાં ચેકિંગ કરી રહ્યાં હતા. તે સમયે ત્યાં ઘણાં લોકો હાજર હતા. અહીંથી અનેક ટ્રેન લંડન અને યુરોપના બીજા શહેર તરફ જાય છે. આ દરમિયાન લગભગ 12 ઈંચનું એક ચાકૂ લઈને પોલીસ અધિકારી તરફ દોડ્યો હતો. પોલીસ અધિકારી સતર્ક થઈ ગયા. હુમલાખોરે ચાકૂ પર અંગ્રેજીમાં 'બધાં પોલીસવાળા મુર્ખા હોય છે' એવું લખ્યું હતું.

પેરિસના આ રેલવે સ્ટેશન પર સોમવારે હુમલોખોર ઠાર થયો
પેરિસના આ રેલવે સ્ટેશન પર સોમવારે હુમલોખોર ઠાર થયો

પોલીસ કર્યું ફાયરિંગ
સ્થિતિને જોતાં ત્યાંથી લોકો ભાગવા લાગ્યા, પરંતુ હુમલાખોર પોલીસને ચાકૂ દેખાડી રહ્યો હતો. આ દરમિયાન ઘટનાસ્થળે હાજર કમાન્ડોઝે આ શખ્સ પર ફાયરિંગ કર્યું. અને તે ઘટનાસ્થળે જ ઠાર થયો. હોમ મિનિસ્ટર ગેરાલ્ડ ડાર્મિને ઘટનાની પુષ્ટિ આપતા કહ્યું કે પોલીસે પોતાની સુરક્ષાને લઈને ફાયરિંગ કર્યું.

ફ્રાંસની બે સ્કૂલમાં ગત વર્ષે ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક ટીચરનો જીવ ગયો હતો. આ ઉપરાંત પેરિસમાં પણ બે લોકોને આ રીતે મારી નાખવામાં આવ્યા હતા. સોમવારે બનેલી ઘટનાની તપાસ શરૂ કરી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...