હાલ સોશિલય મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં એક વખત ફરી ખાલિસ્તાની સમર્થકોની ગુંડાગીરી જોવા મળી છે. ખાલિસ્તાની સમર્થકોએ આ વખતે તિરંગા ઝંડા માટે વિદ્યાર્થીઓ અને લોકો પર હુમલો કર્યો. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા હતા. જોકે ભાસ્કર વીડિયોની પુષ્ટિ નથી કરતું.આ પહેલા ખાલિસ્તાની સમર્થકોએ મેલબર્નમાં હિંદુ મંદિરોને નિશાન બનાવ્યા હતા.
જેમાં ખાલિસ્તાની સમર્થક અચાનક આવે છે અને તિરંગા ઝંડા માટે વિદ્યાર્થી અને કેટલાક લોકો સાથે માથાકૂટ કરે છે અને હુમલો કરે છે. ખાલિસ્તાની સમર્થકોના હાથમાં પોતાનો ઝંડો છે. ઘટના સ્થળે ઓસ્ટ્રેલિયન પોલીસ પણ હાજર હતી અને ભીડ પર કાબૂ મેળવવા પ્રયત્ન કરી રહી હતી. ઘટના મેલબર્નના ફેડરેશન સ્ક્વાયરની છે.
હુમલામાં પાંચ લોકો ઘાયલ થયા હતા. એક યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ભાસ્કર વીડિયોની પુષ્ટિ નથી કરતું. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ચોકમાં તિરંગો ઝંડો લઈ કેટલાક વિદ્યાર્થીઓ ઊભા છે અને બધા તિરંગો લહેરાઈ રહ્યા છે. ત્યારે ત્યાં ખાલિસ્તાની સમર્થકોનું દળ પહોંચે છે અને હુમલો કરે છે. તિરંગો ઝંડો ખેંચવા પ્રયત્ન કરે છે અને ભારતીય ધ્વજનું અપમાન કરે છે.
હિંદુ મંદિર પર હુમલો કરી ચૂક્યા છે ખાલિસ્તાની સમર્થકો
આ મહિને મેલબોર્નના ત્રણ અલગ અલગ હિન્દુ મંદિરોની દીવાલ પર ભારતવિરોધી નારા લખવામાં આવ્યા. 12 જાન્યુઆરીએ સ્વામિનારાયણ મંદિરના ચિત્રોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. 17 જાન્યુઆરીએ શિવ વિષ્ણુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી. જ્યારે 23 જાન્યુઆરીએ હરે કૃષ્ણા મંદિર પર હુમલો કરવામાં આવ્યો. પહેલી ઘટના બાદ હિન્દુ અને શીખ સંગઠનોએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. આ ઘટનાઓને 29 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયામાં થનાર કથિત ખાલિસ્તાન રેફરન્ડમની સાથે જોડીને જોવામાં આવે છે. આ પહેલા આવા રેફરન્ડમ કેનેડા અને અમેરિકાનાં શહેરોમાં થઈ ચૂક્યા છે. ભારતમાં પ્રતિબંધિત સંગઠન શીખ ફૉર જસ્ટિસ દ્વારા આ કથિત જનમત સરવે કરવામાં આવી રહ્યો છે.
હિન્દુ ફેડરેશન ઑફ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ ડૉ.નવીન શુક્લાએ ભાસ્કરને કહ્યું હતું કે, આ ઘટનાથી હિન્દુ સમુદાયે ઉશ્કેરાવાની જરૂર નથી. આ તોફાની તત્વોનું કામ હોઈ શકે છે. અહીં તમામ હિન્દુ અને શીખ પરિવારની જેમ રહે છે. બહુસાંસ્કૃતિક દેશ છે. આપણે સંવેદનશીલ થઈને વિચારવું જોઈએ. આ લોકો શીખ સમુદાયના જ લોકો હોય એ જરૂરી નથી. અમારા ઘણા મિત્રો શીખ સમુદાયના છે. એમાંથી કોઈની માનસિકતા આવી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.