પંજાબ પોલીસના મોહાલીમાં ઈન્ટેલિજન્સ વિંગના હેડક્વાર્ટર પર થયેલા હુમલાની પણ આતંકી એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) હુમલાના કારણે વરિષ્ઠ અધિકારીઓ તપાસમાં લાગી ગયા છે. આ દરમિયાન પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે હુમલો હેડક્વાર્ટર બિલ્ડિંગની બહારથી કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલો લગભગ 80 મીટર દૂરથી કરવામાં આવ્યો હતો. જેના પગલે અજાણ્યા હુમલાખોર સામે કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારપછી અત્યારે ગુપ્તચર વિસ્તારના CCTV ફૂટેજ, મોબાઇલ ટાવરની તપાસ કરી રહી છે.
બે શંકાસ્પદ શખસો કારમાં ફરતા જોવા મળ્યા
તપાસ હવે NIAના હાથમાં રહેશે
ડીજીપી ભાવરાનું નિવેદન...
ડીજીપી વીકે ભાવરાએ કહ્યું કે આ હુમલાથી વધારે નુકસાન થયું નથી અને નિશ્ચિતપણે આ હુમલો થોડા દૂર અંતરથી કરવામાં આવ્યો છે. જોકે ત્યારપછી સ્થિતિની ગંભીરતાને જોતા સમગ્ર પંજાબને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. મોહાલી અને ચંદીગઢની સરહદ પર ચુસ્ત બંદોબસ્ત ગોઢવી દેવાયો છે. અત્યારે અહીં કડક ચેકિંગ ચાલુ છે.
જો હુમલો દિવસે થયો હોત તો મોટું નુકસાન પહોંચ્યું હોત
મોહાલીમાં ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર આ હુમલો સોમવારે સાંજે 7.45 વાગ્યે થયો હતો. ત્યાં સુધી મોટાભાગના કર્મચારી ઓફિસથી શિફ્ટ પૂરી કરી જતા રહ્યા હતા. આ દરમિયાન જ્યારે હુમલો થયો ત્યારે માત્ર નાઈટ ડ્યુટીની ટીમ હાજર હતી. જેના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. હેડક્વાર્ટરની આસપાસ ખાનગી હોસ્પિટલ અને શાળાઓ પણ આવેલી છે. તેની બાજુમાં મોહાલીના SSPની ઓફિસ છે.
CMએ DGP પાસેથી રિપોર્ટ મંગાવ્યો
RPG શું છે?
રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG)નો ઉપયોગ કોઈપણ ટેન્ક, આર્મર્ડ વાહન, હેલિકોપ્ટર અથવા એરક્રાફ્ટને નષ્ટ કરવા માટે થઈ શકે છે. તેની રેન્જ 700 મીટરની છે. આમાં ખભા પર રોકેટ સંચાલિત ગ્રેનેડ છોડવામાં આવે છે. તે એક મિસાઈલ હથિયાર છે જે વિસ્ફોટક હથિયારોથી સજ્જ રોકેટને લોન્ચ કરે છે.
મોટાભાગના આરપીજી એક વ્યક્તિ દ્વારા લઈ શકાય છે, એટલે કે તે એક વ્યક્તિ દ્વારા સંચાલિત થઈ શકે છે. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં તાલિબાન યુદ્ધ દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જેલની બહાર બોમ્બ મળી આવ્યો
તાજેતરમાં ચંદીગઢની બુરૈલ જેલની બહાર એક બોમ્બ મળ્યો હતો. ત્યારપછી સમગ્ર પંજાબમાં પોલીસ સહિત અન્ય વિભાગોની સરકારી ઈમારતોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.