કેનેડામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણમાં 10નાં મોત:તીક્ષ્ણ હથિયારો વડે એકબીજા પર હુમલો કર્યો, 15 ઘાયલ; બે શકમંદની શોધખોળ કરવામાં આવી રહી છે

ઓટાવાએક મહિનો પહેલા
કેનેડા પોલીસે ડેમન સેન્ડરસન અને માઈલ્સ સેન્ડરસન નામના બે શંકાસ્પદની તસવીર જાહેર કરી છે. તેમની શોધખોળ ચાલી રહી છે.
  • તમામ ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

કેનેડાના સસ્કેચેવાન પ્રાંતમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. બંને જૂથના લોકોએ એકબીજા પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં 10 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 15 લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ બે શંકાસ્પદ આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, શકમંદોનાં નામ ડેમન સેન્ડરસન અને માઈલ્સ સેન્ડરસન છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તમામ ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની સંખ્યા વધી શકે છે. એવું અનુમાન છે કે કેટલાક ઈજાગ્રસ્તો જાતે જ હોસ્પિટલ પહોંચ્યા હશે.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ત્યાં હાજર લોકોની પૂછપરછ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ત્યાં હાજર લોકોની પૂછપરછ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

હુમલાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ, સસ્કેચેવાનના આસિસ્ટન્ટ કમિશનર રોન્ડા બ્લેકમોરે જણાવ્યું હતું કે હુમલો શા કારણે થયો એ બાબતનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. એવું લાગે છે કે કેટલાક પીડિતો પર શંકાસ્પદો દ્વારા જાણીજોઈને હુમલો કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, બે શંકાસ્પદ આરોપીની શોધ કરવામાં આવી રહી છે. તેમનાં નામ ડેમન સેન્ડરસન અને માઈલ્સ સેન્ડરસન છે.
પોલીસના જણાવ્યા મુજબ, બે શંકાસ્પદ આરોપીની શોધ કરવામાં આવી રહી છે. તેમનાં નામ ડેમન સેન્ડરસન અને માઈલ્સ સેન્ડરસન છે.
કેનેડા પોલીસની ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ કરવામાં આવી રહી છે.
કેનેડા પોલીસની ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે
પોલીસે જણાવ્યું હતું કે ડેમન સેન્ડરસન અને માઈલ્સ સેન્ડરસનને છેલ્લી વખત રેજીના શહેરમાં જોવામાં આવ્યા હતા. બંને બ્લેક કલરની કારમાં નાસી ગયા હતા. એક અધિકારીએ કહ્યું- અમને ખબર નથી કે બંને હજુ એ જ કારમાં છે કે નહીં. અમે માનીએ છીએ કે બંને આરોપી રેજીના શહેર છોડીને ભાગી ગયા છે. જોકે અમે સસ્કોચેવાન પ્રાંતમાં તમામ ચેકપોઇન્ટ પર સુરક્ષા કડક કરી છે. લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે.
પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે.

PM જસ્ટિન ટ્રુડોએ દુ:ખ વ્યક્ત કર્યું
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ ઘટનાને ડરામણી અને દુઃખદ ગણાવી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું, 'હું તે લોકો વિશે વિચારી રહ્યો છું, જેમણે પોતાનાં પ્રિયજનોને ગુમાવ્યાં છે અને જેઓ આ હુમલામાં ઘાયલ થયા છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.

13 જગ્યાએથી મૃતક અને ઘાયલ મળી આવ્યા છે
આ ઘટના એક સ્વદેશી સમુદાય જેમ્સ સ્મિથ ક્રી નેશન અને સસ્કેચેવાન પ્રાંતની નજીક આવેલા વેલ્ડન વિસ્તારમાં બની હતી. બંને કોમના લોકોએ કુલ મળીને 13 જગ્યાએ એકબીજા પર હુમલા કર્યા હતા. આ તમામ જગ્યાએથી મૃતકો અને ઘાયલો મળી આવ્યા છે.

જેમ્સ સ્મિથ ક્રી નેશનની વસતિ 2500 લોકોની છે. અહીં સ્થાનિક ઈમર્જન્સી લાદવામાં આવી છે. જ્યારે સસ્કેચેવાન પ્રાંતના લોકોને સલામત સ્થળે આશરો લેવા માટે કહેવામાં આવ્યું છે. સસ્કેચેવાનમાં 'ડેન્જરસ પર્સન' એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...