હિન્દુઓની આસ્થા પર હુમલો:બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન હિન્દુ મંદિર પર હુમલો, ગોળીબારમાં ત્રણ વ્યક્તિનાં મોત

10 દિવસ પહેલા
  • કાઉન્સિલે ટ્વીટ કરીને કહ્યું, જો બાંગ્લાદેશના મુસલમાન નથી ઈચ્છતા તો હિન્દુ પૂજા નહિ કરે, પરંતુ હિન્દુઓને બચાવી લો

બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા થયો છે. બાંગ્લાદેશ પોલીસનું કહેવું છે કે દુર્ગા પૂજા દરમિયાન ચાંદપુર જિલ્લામાં ભીડે હિન્દુ મંદિર પર હુમલો કર્યો. એ દરમિયાન થયેલી ઝપાઝપીમાં ગોળી મારીને 3 લોકોની હત્યા કરવામાં આવી છે. દેશના અલગ-અલગ ભાગોમાં મંદિરો પર આ જ રીતે હુમલાઓની ખબરો આવી રહી છે.

બાંગ્લાદેશ હિન્દુ યુનિટી કાઉન્સિલે ટ્વીટ કરીને કહ્યું હતું કે 13 ઓક્ટોબર, 2021નો દિવસ બાંગ્લાદેશના ઇતિહાસમાં નિંદનીય દિવસ છે. અષ્ટમીના દિવસે મૂર્તિ વિસર્જન પ્રસંગે અનેક પૂજા મંડપોમાં તોડફોડ કરવામાં આવી છે. હિન્દુઓએ હવે પૂજા મંડપોની રક્ષા કરવી પડશે. આજે આખી દુનિયા મૌન છે. માતા દુર્ગા તમામ હિન્દુઓ પર આશીર્વાદ જાળવી રાખે, ક્યારેય માફ ન કરતા.

PM શેખ હસીના પાસે હિન્દુઓની સુરક્ષાની માગ
બાંગ્લાદેશ હિન્દુ યુનિટી કાઉન્સિલે બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીના પાસે માગ કરી છે કે હિન્દુઓની સુરક્ષામાં વધારો કરવામાં આવે. કાઉન્સિલે ટ્વીટ કરીને કહ્યું હતું કે જો બાંગ્લાદેશના મુસલમાન નથી ઈચ્છતા તો હિન્દુ પૂજા નહિ કરે, પરંતુ હિન્દુઓને બચાવી લો. હુમલાઓ હજી પણ થઈ રહ્યા છે. પ્લીઝ, આર્મી મોકલાવો. અમે પૂજા મંડપોમાં બાંગ્લાદેશની આર્મી ઈચ્છીએ છે.

હિન્દુઓએ કેટલાક લોકોના અસલી રહેરા જોયા
કાઉન્સિલે એક અન્ય ટ્વિટમાં કહ્યું કે છેલ્લા 24 કલાકમાં શું થયું છે, તેને અમે ટ્વિટમાં પ્રકાશિત કરી શકતા નથી. બાંગ્લાદેશના હિન્દુઓએ કેટલાક લોકોના અસલી ચહેરા જોયા. અમે નથી જાણતા કે ભવિષ્યમાં શું થશે, પરંતુ બાંગ્લાદેશના હિન્દુ 2021ની દુર્ગા પૂજાને કદી નહી ભૂલી શકે.

કુરાનના અપમાનની અફવાઓ ફેલાઈ
કાઉન્સિલે બુધવારે ટ્વિટ કરી જણાવ્યું કે કુરાનના અપમાનની અફવાઓ ફેલાઈ રહી છે. તે કારણે નાનુઆ દિધી પારના પૂજા મંડપમાં હુમલો થયો છે. અમે દરેક મુસ્લિમ ભાઈઓને કહેવા માગીએ છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરો. અમે કુરાનનું સન્માન કરીએ છે. કોઈ તોફાન કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે. કુરાન અને દુર્ગા પુજાનો કોઈ સંબંધ નથી. નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. કૃપા કરીને કોઈ હિન્દુ તથા મંદિર પર હુમલો ન કરો.

હિન્દુઓને મદદ કરનારા લોકોનો આભાર
બાંગ્લાદેશ હિન્દુ યૂનિટીએ ટ્વિટ કર્યું સારા મુસલમાન હજી પણ બાંગ્લાદેશમાં છે, તેમના લીધે અમે બાંગ્લાદેશમાં છીએ. તે દરેક મુસલમાનનો આભાર જે હિન્દુઓ સાથે ઉભા છે. અમે બાંગ્લાદેશમાં પોતાના મુસ્લિમ ભાઈઓ સાથે સદ્ભાવથી રહેવા માગીએ છે.

અન્ય સમાચારો પણ છે...