અફઘાનિસ્તાનના ઈસ્લામિક સ્ટેટ્સ ખોરાસન (IS-K)એ ભારતમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપી છે. આ ધમકી IS-Kએ તેના અલઅઝૈમ ફાઉન્ડેશન પર ન્યૂઝ બુલેટીન મારફતે આપી છે. IS-Kએ બે ન્યૂજ બુલેટીન જાહેર કર્યાં છે, જે પૈકી પ્રથમ બુલેટિનમાં ભારતને ધમકી ભર્યો સંદેશ આપ્યો છે.
પહેલા બુલેટિનમાં એક વીડિયોમાં ભાજપના ભૂતપુર્વ પ્રવક્તા નૂપુર શર્માને દેખાડવામાં આવ્યા છે. ગયા સપ્તાહે દેશના વિવિધ શહેરોમાં જુમ્માની નમાજ બાદ ભારે હિંસા થઈ હતી. અને દેશમાં છેલ્લા કેટલી કોમી હિંસામાં સામેલ લોકોના ઘરોને બુલડોઝર મારફતે તોડી પાડવામાં આવ્યા છે. વીડિયોમાં IS-Kમાં સામેલ ભારતીય લડાકુઓના ભડકાઉ ભાષણનો પણ સમાવેશ થાય છે. IS-Kના વીડિયોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમા અફઘાનિસ્તાનમાં લઘુમતી શિખ સમૂદાય પર હુમલા કરવાની અને ભારતમાં મોટાપાયે હુમલા કરવાની ધમકીઓ આપી છે.
અલકાયદાએ પણ ધમકી આપી હતી
ગયા સપ્તાહે આતંકવાદી સંગઠન અલકાયદાએ પણ ભારતમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપી હતી. અલકાયદાએ દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપી હતી. પગમ્બર અંગે કરવામાં આવેલી ટિપ્પણીનો બદલો લેવાની વાત કરવામાં આવી હતી.
વીડિયોમાં તાલીબાનની પણ ટીકા કરવામાં આવી છે
પોતાના વીડિયોમાં IS-Kએ તાલિબાનની પણ આકરી ટીંકા કરી છે. IS-Kએ તાલિબાનના સંરક્ષણ પ્રધાન મુલ્લા યાકૂબે ભારતીય ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુ આપવા બદલ આકરી ટીકા કરી હતી. અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રીની ભારતીય અધિકારીઓ સાથે આ મીટિંગને અયોગ્ય ગણાવી છે.
કેટલાક દિવસ અગાઉ IS-Kનો એક કમાન્ડર તાલિબાની સુરક્ષા દળોની કાર્યવાહીમાં માર્યો ગયો હતો. તેના અન્ય એક સાથીની ધરપકડ પણ કરવામાં આવી હતી. મે મહિનામાં અફઘાનિસ્તાનના કાબુલ તથ બલ્ખમાં જે વિસ્ફોટ થયા હતા તેની આ કમાન્ડરે જવાબદારી લીધી હતી.
તાલિબાન શાસનની વિરુદ્ધ છે IS-K
તાલિબાન અને IS-K અલગ વિચારધારાને લીધે અગાઉથી જ એકબીજાની વિરુદ્ધ છે. પશ્ચિમી દેશોની માફક તાલિબનના નરમ વલણને લીધે IS-K તથા અલકાયદા જેવા આતંકવાદી સંગઠન તાલિબાન શાસનથી નારાજ ચાલી રહ્યા છે. IS-K અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન માટે જોખમી ગણાવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.