• Home
  • International
  • At the risk of life to reach home on the occasion of Eid in Bangladesh, people forgot social distance

બેદરકારી / બાંગ્લાદેશમાં ઈદના પ્રસંગે ઘરે પહોંચવા માટે જિંદગી દાવ પર, લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જ ભૂલી ગયા

હોડીઓ પર ક્ષમતા કરતાં વધુ ભીડની આ તસવીર ઢાકાના સદરઘાટ ફેરી પોર્ટની છે.
હોડીઓ પર ક્ષમતા કરતાં વધુ ભીડની આ તસવીર ઢાકાના સદરઘાટ ફેરી પોર્ટની છે.
X
હોડીઓ પર ક્ષમતા કરતાં વધુ ભીડની આ તસવીર ઢાકાના સદરઘાટ ફેરી પોર્ટની છે.હોડીઓ પર ક્ષમતા કરતાં વધુ ભીડની આ તસવીર ઢાકાના સદરઘાટ ફેરી પોર્ટની છે.

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 08:27 AM IST

ઢાકા. બાંગ્લાદેશમાં ઢાકાના સદરઘાટ ફેરી પોર્ટથી ઈદના પ્રસંગે હજારો લોકો પોતાના ઘર તરફ રવાના થયા પણ ઘરે પહોંચવાની ઉતાવળમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જ ભૂલી ગયા. ખરેખર કોરોનાને લીધે ટ્રેન તથા બસયાત્રા પર કડકાઈ કરાઈ છે. ફક્ત 50 ટકા પ્રવાસીઓને જ મંજૂરી અપાઈ રહી છે એટલા માટે લોકો મુસાફરી કરવા માટે આ વિકલ્પ પસંદ કરી રહ્યા છે. જોકે કોરોનાથી બચાવ માટે ઢાકામાં 16થી 31 જુલાઈ સુધી લૉકડાઉન હતું પણ તેનું પાલન ક્યાંય થઈ રહ્યું નથી. રોડ ઉપર પણ સામાન્ય દિવસોની જેમ લોકોની ભીડ જોવા મળી રહી છે.

દેશમાં 23.7 લાખ દર્દી, રોજ 2600 વધી રહ્યા છે
પબ્લિક હેલ્થ એક્સપર્ટ્સે લોકોને અવર-જવરથી બચવાની સલાહ આપી હતી પણ તેની અસર જોવા ન મળી. દેશમાં 23.7 લાખ કોરોનાના દર્દી છે. અત્યાર સુધી 3,111 મૃત્યુ થયાં છે. દરરોજ સરેરાશ 2,683 દર્દી વધી રહ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી