તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઈથોપિયામાં ખૂબ પવિત્ર સંદૂકને બચાવવા માટે હજારો લોકોએ તેમના જીવ દાવ પર લગાવી દીધા હતા. આ સંદૂક ઈથોપિયાના તિગરે વિસ્તારના સેન્ટ મેરી ચર્ચમાં સુરક્ષાકર્મીઓની હાજરીમાં સુરક્ષિત રહે છે અને ખ્રીસ્તી ધર્મમાં તેને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે અંદાજે 800 લોકોને સેન્ટ મેરી ચર્ચની આસપાસ ઠાર કરી દેવામાં આવ્યા હતા અને ઘણાં દિવસો સુધી રસ્તાઓ પર તેમની લાશ પડી રહી હતી.
ગેટૂ માક નામની એક યુનિવર્સિટી લેક્ચરરે અહીંની ભયાવક સ્થિતિ વિશે ખુલાસો કર્યો હતો. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે લોકોએ ગન ફાયરિંગનો અવાજ સાંભળ્યો ત્યારે લોકો ચર્ચ તરફ ભાગ્યા હતા. જેથી ત્યાં હાજર પાદરીઓ જે લોકો આ પવિત્ર સંદૂકની રક્ષા કરે છે તેમની મદદ કરી શકે. આ કારણે ઘણાં લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા હતા.
નોંધનીય છે કે, આ ઘટના નવેમ્બરમાં થઈ હતી પરંતુ તે સમયે ઈથોપિયાના પીએમ અબે અહમદે ઈન્ટરનેટ અને મોબાઈલ નેટવર્કની સેવાઓ બંધ કરી દીધી હતી. ત્યારપછીથી ઈથોપિયાનો સમગ્ર દુનિયાથી કોન્ટેક્ટ ટૂટી ગયો હતો. પરંતુ હવે અહીં ઈન્ટરનેટની સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. માકનું કહેવું છે કે, લોકોમાં નવેમ્બર મહિનામાં આ વિસ્તારમાં તણાવ વધવાની સાથે સાથે ડર પણ વધવા લાગ્યો હતો. લોકોને લાગતું હતું કે, આ પવિત્ર સંદૂકને કોઈ અન્ય શહેરમાં લઈ જવામાં આવશે અને ત્યારપછી તેને ખતમ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, લૂટેરાઓએ કોઈ પણ પ્રકારની દયા દાખવી નથી અને ધડાધડ ગોળીઓ ચલાવીને લોકોને મારી દીધાં.
નોંધનીય છે કે, અહમદના સત્તામાં આવ્યા પહેલાં ઈથોપિયા પર 27 વર્ષ સુધી તિગરે પીપુલ્સ લિબરેશન આર્મીએ શાસન કર્યું હતું. જોકે તિગરે વિસ્તારની વસતી સમગ્ર દેશની વસતીના 6 ટકા છે. પરંતુ આ વિસ્તારોની તાકાત રાષ્ટ્રીય રાજકારણ પર લાંબા સમય સુધી વર્ચસ્વ રહ્યું હતું. જોકે તેમના શાસનકાળમાં મોટી માત્રામાં ભ્રષ્ટાચાર અને માનવઅધિકારના હનનની ઘટના થઈ હતી. તેનાથી તિગરે પીપુલ્સ લિબરેશન ફ્રન્ટ (TPLF)ની સરકાર અલોકપ્રિય થઈ અને વર્ષ 2018માં અહમદ સત્તામાં આવ્યા.
ઈથોપિયાના વડાપ્રધાન અબિય અહમદે તિગરે વિસ્તારમાં સેનાની એક શિબિર પર હુમલો પછી આ વિસ્તારમાં સેનાને એક્શન લેવાના આદેશ આપવામાં આવ્યા હતા. પીએમે સેનાને આદેશ આપ્યા પછી તિગરે વિસ્તારની મુખ્ય રાજકીય પાર્ટીએ ત્યાંની સેનાને ઉત્તરી કમાન્ડ ચોકી પર કબજો કરવાનો આદેશ આપ્યો હતો. સ્થાનીક તાકાતે ત્યાં સેનાના હથિયારો છીનવી લીધા અને તહેનાત સૈનિકોને બંધક બનાવી દીધા હતા. ત્યારપછી તે જ વિસ્તારમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ થઈ ગઈ હતી અને કોરોના કાળમાં ત્યાં હાલત વધારે ખરાબ થઈ ગઈ હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.