પાકિસ્તાન બ્લાસ્ટમાં 14ના મોત:ગેસ લીકના કારણે વિસ્ફોટ થતા બિલ્ડિંગ ધરાશાયી, ઘણા લોકો હજુ પણ કાટમાળમાં ફસાયા; રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

એક મહિનો પહેલા

પાકિસ્તાનના આર્થિક પાટનગર કરાચીમાં શનિવારે સતત બે વિસ્ફોટ થયા હતા. આમાં અત્યાર સુધીમાં કુલ 14 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ છે. અત્યારે પોલીસ અને રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. બચાવ કાર્યમાં લાગેલી ટીમની સાથે પાકિસ્તાન રેન્જર્સ અને પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે હાજર છે. ઘાયલોને જિન્ના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ આ વિસ્ફોટ કરાચીની એક બિલ્ડિંગની ગટરમાં ગેસ લીક થતા બ્લાસ્ટ થયો છે. પોલીસે તપાસ પછી જણાવ્યું છે કે ગટરમાં ગેસ લીક થતા આ વિસ્ફોટના પગલે એક ખાનગી બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે અત્યારે પોલીસે બચાવ પ્રક્રિયા હાથ ધરી દીધી છે.

બ્લાસ્ટ પછી ઘટનાસ્થળે લોકો ઉમટી પડ્યા, કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ
બ્લાસ્ટ પછી ઘટનાસ્થળે લોકો ઉમટી પડ્યા, કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ

ઘટનાસ્થળ પર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પહોંચી
જોકે આ વિસ્ફોટ પછી ગણતરીની મિનિટમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અત્યારે પોલીસે આ વિસ્તારને ચારેય બાજુથી ઘેરી યોગ્ય પ્રક્રિયા હાથ ધરી દીધી છે. આ દુર્ઘટના લગભગ 1.30 વાગ્યાની આસપાસ થઈ હતી. બ્લાસ્ટના પરિણામે અહીં બિલ્ડિંગ પાસે પાર્ક કરેલા મોટાભાગના વાહનોના ફુરચે-ફુરચા ઊડી ગયા છે. વિસ્ફોટ પછી અત્યારે પોલીસની ટીમે JCBની સહાયથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે.

બ્લાસ્ટથી આસપાસના વિસ્તારમાં પાર્ક કરેલા વાહનો ભડકે બળ્યા
બ્લાસ્ટથી આસપાસના વિસ્તારમાં પાર્ક કરેલા વાહનો ભડકે બળ્યા

કરાચી સાઉથ ઝોનના DIG શરજીલ ખરલે વિસ્ફોટનું કારણ ગેસ લીક હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે વિસ્ફોટમાં ધરાશાયી થયેલી બિલ્ડિંગને ગેરકાયદેસર રીતે બનાવાઈ છે. અમે તેમણે વારંવાર નોટિસ આપી હતી કે જ્યારે અહીં ગટરની સફાઈ ચાલતી હોય ત્યારે બિલ્ડિંગ ખાલી કરી દેજો, પરંતુ બેંકની આ બિલ્ડિંગની ટીમે અમારી વાત માની નહીં.

બ્લાસ્ટ થતા બિલ્ડિંગ ગટરમાં ધરાશાયી, કાટમાળમાં હજુ પણ ઘણા લોકો ફસાયા છે
બ્લાસ્ટ થતા બિલ્ડિંગ ગટરમાં ધરાશાયી, કાટમાળમાં હજુ પણ ઘણા લોકો ફસાયા છે
અન્ય સમાચારો પણ છે...