કોરોનાવાઈરસ:ચીનમાં લક્ષણ વગરના દર્દીઓએ ચિંતા વધારી, ચેપગ્રસ્તોની સંખ્યા 413 પર પહોંચી

બેઈજિંગ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીનમાં હવે લક્ષણ વગરના દર્દી ચિંતા વધારી રહ્યા છે ત્યાં એવા દર્દી વધીને 413 થઈ ચૂક્યા છે જેમાં કોરોનાનાં લક્ષણ જોવા નથી મળ્યાં. જોકે ટેસ્ટ બાદ પણ તે પોઝિટિવ મળી આવ્યા હતા. ગુરુવારે પણ ચીનમાં 23 એવા કેસ સામે આવ્યા જેમાં કોરોનાના કોઈ લક્ષણ ન દેખાયા. તેમાંથી મોટાભાગના કેસ વુહાનથી છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું કે બુધવારે બે કેસ સામે આવ્યા. જોકે ઘરેલુ સંક્રમણનો કોઈ કેસ સામે નહોતો આવ્યો. 
ચીનનો હવે વુહાન મામલે દુનિયાને ભ્રમિત કરવાનો પ્રયાસ
તે ઉપરાંત ચીન હવે વુહાન મામલે દુનિયાને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પીપુલ્સ ડેલીના રિપોર્ટમાં કહેવાયું છે કે વિજ્ઞાનીઓને એક એવો વાઈરસ મળ્યો છે જે મીટ બજારથી ચેપગ્રસ્ત લોકોમાં મળેલા વાઈરસથી અલગ છે. તેનાથી એ સાબિત થાય છે કે વુહાનના આ બજારથી કોરોના પેદા થયો નથી.

અન્ય સમાચારો પણ છે...