રોકાણની પેટર્ન:એશિયાના ધનિકો સોનું અને જમીન જેવા પરંપરાગત રોકાણ તરફ પાછા ફર્યા

ન્યુયોર્ક20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધનિકોએ ઇન્વેસ્ટમેન્ટ કરવાની પેટર્ન બદલી
  • મોટા રોકાણકારો શેરબજાર અને ક્રિપ્ટોથી અંતર જાળવી રહ્યા છે

દુનિયાભરમાં વધેલી મોંઘવારી અને શેરબજારમાં ઉતાર-ચઢાવને જોતાં ભારત સહિત એશિયાના ધનિકોએ રોકાણની પેટર્ન બદલી છે. તે હવે સોનું-જમીન જેવા પરંપરાગત રોકાણ તરફ ધ્યાન આપી રહ્યા છે. જ્યારે શેરબજાર અને ડિજિટલ કરન્સી(ક્રિપ્ટો)થી અંતર જાળવી રહ્યા છે.

લોમ્બાર્ડ ઓડિયરએ 8 કરોડ રૂ.થી વધુનું રોકાણ કરી ચૂકેલા લોકો પર એક અભ્યાસ કર્યો હતો. તે મુજબ ગત થોડાક મહિનાથી ધનિકોએ સ્ટૉક, બોન્ડ્સ અને ક્રિપ્ટો છોડી પોતાની કંપનીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની શરૂઆત કરી છે. લોમ્બાર્ડ ઓડિયરના એશિયાના પ્રમુખ વિન્સેન્ટ મેગ્નેટેટે જણાવ્યું કે એશિયાના ધનિક રોકાણકારોએ પરંપરાગત, ખાનગી અને સુરક્ષિત સંપત્તિઓમાં રોકાણ કરવાની શરૂઆત કરી છે.

ડિજિટલ સંપત્તિ પર સૌથી ઓછો ભરોસો છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર ટેક શેરોમાં ઘટાડો, વધતા વ્યાજદરો અને મોંઘવારીથી દુનિયાના 500 સૌથી વધુ ધનિક લોકોની સંપત્તિમાં 112 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

60% ધનિકો ખાનગી સંપત્તિમાં રોકાણ કરવા લાગ્યા છે
અભ્યાસ અનુસાર 77% રોકાણકારોની સૌથી મોટી ચિંતા એ છે કે વધતી મોંઘવારીની અસરથી તે કેવી રીતે બચી શકે છે. આ કારણે તે સોનામાં રોકાણ વધારી રહ્યા છે. 83% રોકાણકારોએ ક્રિપ્ટોથી અંતર જાળવ્યું છે. જૂની પેઢી કે પીઢ રોકાણકારો શેરબજારથી હટીને ખાનગી સંપત્તિમાં રોકાણ વધારી રહ્યા છે જેથી બજારની અનિશ્ચિતતાથી બચી રહે. તેમને તેમાં ઓછા જોખમના ફાયદા દેખાઈ રહ્યા છે. આવા ધનિકોની સંખ્યા 60% થઇ ચૂકી છે જે ગત વર્ષે આશરે 50% હતી.

અન્ય સમાચારો પણ છે...