તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગોમાં જ્વાળામુખી ફાટતાં આકાશ લાલ:રાખ લોકોના ઘરોમાં ઘૂસી, ભારતીય સૈનિકો લોકોને બચાવી રહ્યા છે

કિન્શાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જ્વાળામુખી ફાટતાં આકાશ લાલચોળ થઈ ગયું - Divya Bhaskar
જ્વાળામુખી ફાટતાં આકાશ લાલચોળ થઈ ગયું
  • વિશ્વના સૌથી ખતરનાક જ્વાળામુખીઓ પૈકી એક છે નીરાગોંગો. તેણે 1977માં પણ તબાહી સર્જી હતી.
  • ભંડોળની અછતના કારણે વિજ્ઞાનીઓ નિયમિત પરીક્ષણ ન કરી શક્યા, જેના પરિણામે જોખમની ખબર ન પડી.

આફ્રિકન દેશ કોંગોના ગોમા શહેર નજીક સ્થિત નીરાગોંગો જ્વાળામુખી 19 વર્ષ બાદ ફાટ્યો છે. તેના કારણે આખું આકાશ લાલ થઇ ગયું અને 10 કિ.મી. સુધી રાખ ફેલાઇ છે, જેમાં હાઇવે અને ગોમા શહેરના ઘરો પણ સામેલ છે. તેના કારણે સ્થાનિક વિસ્તારમાં અફડાતફડીનો માહોલ છે. હજારો લોકો પડોશી દેશ રવાન્ડા તરફ ભાગી રહ્યા છે.

વિશ્વના સૌથી ખતરનાક જ્વાળામુખીઓ પૈકી એક છે નીરાગોંગો. તેણે 1977માં પણ તબાહી સર્જી હતી
વિશ્વના સૌથી ખતરનાક જ્વાળામુખીઓ પૈકી એક છે નીરાગોંગો. તેણે 1977માં પણ તબાહી સર્જી હતી

રવાન્ડાના વહીવટીતંત્રનું કહેવું છે કે ગોમાના અંદાજે 3 હજાર લોકો સરહદ પાર કરીને અહીં પહોંચ્યા છે. બીજી તરફ કોંગોમાં યુએનના મિશનના ભાગરૂપે તહેનાત ભારતીય સૈન્યએ હજારો નાગરિકોને બચાવીને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા. આ અગાઉ 2002માં અહીં જ્વાળામુખી ફાટ્યો હતો ત્યારે 250 લોકો માર્યા ગયા હતા અને અંદાજે 1.20 લાખ લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હતું.

ભંડોળની અછતના કારણે વિજ્ઞાનીઓ નિયમિત પરીક્ષણ ન કરી શક્યા, જેના પરિણામે જોખમની ખબર ન પડી
ભંડોળની અછતના કારણે વિજ્ઞાનીઓ નિયમિત પરીક્ષણ ન કરી શક્યા, જેના પરિણામે જોખમની ખબર ન પડી
અન્ય સમાચારો પણ છે...